કાર્યવાહી:આદિપુરમાં આચારસંહિતાનો ભંગ થતા થાંભલાઓ પરથી પાર્ટીની ઝંડીઓ ઉતારાઇ

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ આચારસંહિતા અધિકારીને કરાતા પાલિકાએ પગલા ભર્યાં

આદિપુરમાં રાજકીય પાર્ટીના કાર્યાલયના ઓપનીંગના સંદર્ભમાં જ્યારે રાજકીય ચિહ્નોને વીજપોલ ચિહ્નો લગાવાતા હોવાની રાવ સામે આવતા આ અંગે કાર્યવાહિ હાથ ધરાઈ હતી. જોકે, આ પહેલા કર્મચારીઓ દ્વારાજ રાજકીય ચિહ્નો લગાવાતા હોવાના આક્ષેપો સાથેની રજુઆત કરાઈ હતી. જેને સીઓ દ્વારા નકારીને આ રાવ બાદ નિયમાનુસાર સામે તરફ કરાયેલી કાર્યવાહી હોવાનું જણાવ્યું હતું.

આદિપુરમાં રાજકીયપક્ષના કાર્યાલયના ઉદઘાટન સમયે જાહેર સ્થળો પર રાજકીય પાર્ટી દ્વારા તેમના ચિહ્નો સાથેના બેનર અને ક્રિએટીવ્સ લગાવવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ ઉઠતા ગાંધીધામ પાલિકાના ચીફ ઓફિસર અને આચારસંહિતના અધિકારીએ તેને ઉતારવાની સુચના આપતા કર્મચારીઓ દ્વારા તેને ઉતારવામાં આવીને તે અંગે મુખ્ય અધિકારીને સુચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...