આદિપુરમાં ઠપકો આપનાર યુવક ઉપર 3જણાએ ધારિયા અને ધોકાથી હુમલો કર્યો હોવાની ઘટના તો નવી સુંદરપુરીમાં ભાઇની મિલકત મુદ્દે તેના સાસરિયાએ વૃધ્ધને ધોકા ફટકારવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
આદિપુરના ત્રણ વાળીમાં રહેતા ગોપાલભાઇ મેઘજીભાઇ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શ્રુતિ ટ્રાવેલ્સમાં બસના ચાલક તરીકે ફરજ બજાવે છે તેજ કંપનીમાં પ્રતાપ ઉર્ફે પપન વાલજી ગઢવી પણ ચાલક તરીકે નોકરી કરે છે. આજથી 7 મહિના પહેલાં જે ગાડી તેમને મળવાની હતી તે ગાડી પ્રતાપે લઇ લીધી હોઇ તે બાબતે આપેલા ઠપકાનુ઼ મનદુ:ખ રાખી તા.1/3 ના રોજ તેઓ સોનલ માતા મંદીર પાસેથી જઇ રહ્યા હતા ત્યારે પ્રતાપ ઉર્ફે પપને ધારીયા વડે તેમના ઉપર હુમલો કર્યો હતો અને રાજન કાનજી ગઢવી તથા સુનિલ કાનજી ગઢવીએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
નવી સુંદરપુરી સથવારા વાસમાં રહેતા 75 વર્ષીય કસ્તુરભાઇ નાનજીભાઇ દેવી પુજક તા.1/3 ના રાત્રે સાડા આઠ વાગ્યે દીકરી મધુબેન સાથે ઘરે હતા ત્યારે તેમના ભાઇ રાજુની પત્ની, તેના સસરા મહતાભાઇ મગનભાઇ દેવીપૂજક તેનો દિકરો અને સાઢુભાઇ અશોક સોમા દેવીપુજક તેમના ઘરે આવી ભાઇ રાજુની મીલકતનો ભાગ માગતાં તેમને ના પાડી તો અશોકે ધોકા વડે તેમને માર માર્યો હતો તેમને છોડાવવા વચ્ચે આવેલી તેમની દીકરીને બાકીના લોકોએ ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.