અંજાર સીમમાં જો તમને જમીન લેવી હોય તો મને ખંડણી ચૂકવવી પડશે કહી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ ડરી ગયેલા વેપારીએ પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ બે મહિને અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. અંજાર સત્યનારાયણનગરમાં રહેતા 52 વર્ષીય સુરેશભાઇ દેવશીભાઇ હડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વીડીગામની સરકારી પડી ( ગવર્મેન્ટ શોપ) તેમની પાસે છે.
ગત તા.24/10/2022 ના રોજ તેઓ મધુબન સોસાયટી નજીક આવેલી જલારામ ટ્રાવેલ્સની ઓફિસે કામ પતાવી કાર તરફ જઇ રહ્યા હતા ત્યારે જ ક્રેટા કારમાં આવેલા કૌશલ જગદિશ વાણીયાએ કારમાંથી ઉતરી તેમને કહ્યું હતું કે, વીડીની જમીન તારે રાખવી હોય તો દર મહિને તારે મને રૂ.50 હજાર ખંડણી આપવી પડશે નહીં તો જમીન પર લુખ્ખા માણસો બેસાડી જમીન પર કબજો કરાવી લઇશ તેવી ધમકી આપતાં તેમણે આ જમીન પોતે દસ્તાવેજથી ખરીદી છે માણસો બેસાડીશ તો હું ફરિયાદ કરીશ કહેતાં કૌશલે ઉશ્કેરાઇ ફોન લગાડી કોઇકને કહેતો હતો કે સુરેશ વાયડો થાય છે તો તેને ઠોકી દઉં ? અને ફોન રાખ્યા બાદ તેણે જો મને ખંડણી નહીં પહોંચે તો ઉપડાવી લઇશ અને જાનથી મારી નખાવીશ , લુખ્ખા માણસો મારી પાસે ઘણા છે હાડકા ભંગાવી નાખીશ તેવી ધમકી આપતાં તેમણે બૂમાબુમ કરી તો કોશલ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ ઘટના બાદ તેમણે પરિવાર સાથે ચર્ચાઓ કર્યા બાદ અંતે તેના વિરૂધ્ધ ફોજદારી નોંધાવી હતી.
સિનુગ્રામાં ભત્રીજાને મારનારને સમજાવવા ગયેલા કાકાને મારી ખાવી પડી
અંજાર તાલુકાના સિનુગ્રા વાડી વિસ્તારમાં રહેતા 44 વર્ષીય કાન્તિલાલ જેરામભાઇ વાઘમશીનો ભત્રીજો અક્ષય ગત બપોરે કરિયાણું લેવા ગયો ત્યારે બાઇકનો સાથે અથડાયા બાદ કાસમ અબડાના દીકરા શકિલે માર માર્યો હતો. આ ઘટના બાદ તેઓ સમજાવવા ગયા તો શકિલ કાસમ અબડા અને તેના ભાઇ સોહિલ કાસમ અબડાએ બોલાચાલી કર્યા બાદ શકિલે તેમના માથામાં પાઇપ મારી ઇજા પહો઼ચાડી હતી તો સોહિલે તેમની સાથે ગયેલા શામજીભાઇને ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે અંજાર પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.