સરેરાશ ફાળવણી:જો થઈ છે, માર્ગોની મરંમત કરવા પાલિકાએ માંગ્યા 18 કરોડ: ફાળવાયા ફક્ત એક કરોડ !

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટની રાહ જોઇ બેઠેલા તંત્રના પેટમાં ફાળ પડતા ફરી ઉપલી કક્ષાએ પ્રયાસ
  • સરકારે માંગના આધારે નહિ, વર્ગ અનુસાર સરેરાશ ફાળવણી કરી દેતા ઉપાધી

ગાંધીધામમાં રોડ રસ્તાના ખસ્તાહાલ અંગે પ્રશાસન એવો દાવો કરતું રહ્યુ કે વરસાદ બંધ થશે અને ગ્રાન્ટ આવશે કે કામ તુરંત શરૂ કરી દેવાશે પરંતુ ગ્રાન્ટ માટે જે પાલિકાએ અપેક્ષા સેવી હતી તે ઠગારી નીવડી હોય તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા એક કરોડ રુપીયા પાસ થયા છે.

જ્યારે કે દરખાસ્ત 18 કરોડની કરાઈ હતી. સુત્રોએ જણાવ્યું કે ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત પણ કરી દેવાઈ છે કે આટલી ગ્રાન્ટથી કામ નહી થઈ શકે, જેથી વધુ ફાળવણી કરાય, હવે આ દરખાસ્તને કેટલી માન્ય રખાય છે તે જોવું રહ્યું. કારણ કે સ્વણિંમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ 99.60 કરોડની ફાળવણી કરાઈ છે.

ચોમાસામાં શહેરના રસ્તાઓના બદહાલ થતા લોકોમાં રોષની લાગણી જન્મી હતી, જે વિવિધ સ્તરે બહાર આવવા પામી હતી. ત્યારે તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે વરસાદ બંધ થતાજ તમામ માર્ગોનું રીસર્ફેસીંગ શરૂ કરી દેવાશે, દરમ્યાન નગરપાલિકા દ્વારા રોડ મરંમત માટે 18કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કરાઈ હતી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રશાસન દ્વારા એક કરોડનીજ ફાળવણીને મંજુર રખાઈ છે. જેથી તંત્રના પેટમાં ફાળ પડતા ફરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને આટળી ફાળવણીમાં કામ ન થઈ શકે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોએ જણાવ્યું કે હાલ સરકારી તંત્ર દ્વારા સરેરાશ રુપે દરેક ‘અ’ વર્ગની નગરપાલિકાને 1 કરોડ ‘બ’ વર્ગની પાલિકાને 60 લાખ રુપીયા એમ ફાળવી દેવાયા હોવાનું જાણવા મળે છે. પ્રશાસન 10 કરોડની ગ્રાંટનો મળશે એવી અપેક્ષા સેવી રહ્યું હતું, પરંતુ તેની સામે સાવ એક કરોડ આવતા હવે શું કરવું અને કેમ કરવું તે પ્રશ્નોનો આંતરીક ચણભણાટ ઉઠવા પામ્યો છે અને પાલિકાએ સ્વભંડોળ ઉભુ કરવા આખરે કમર કસી છે.

એક કરોડની ગ્રાંટ માટે આચારસંહિતા પહેલાં ખાસ સામાન્ય સભા બોલાવાશે ?
અપેક્ષા કરતા ઘણી ઓછી આવેલી એક કરોડની ગ્રાન્ટનો પરિસ્થિતિઓ અનુસાર જલદી ઉપયોગ કરવા શું ખાસ સામાન્ય સભા બોલાવીને ગ્રાન્ટના હુકમ કામ કરવાની દરખાસ્ત મંજુર કરવી જોઇએ કે કેમ તેવી ચર્ચા સબંધિત વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

કારણ કે રાબેતા મુજબની સામાન્ય સભા ઓક્ટોબરમાં યોજાશે, અને જે તે સમયે આચારસંહિતા હોવાના કારણે તે મુલત્વી રહે તેવી શક્યતા છે ત્યારે કઈ રીતે આ કાર્યને આટોપાશે તે પ્રશ્ન છે. કારાણ કે આ પ્રક્રિયામાં ટેક્નિકલ અને વહીવટી મંજુરી અને ત્યારબાદ ટેન્ડર મંજુરી અને કરાર અને વર્ક ઓર્ડર સુધીની સ્થિતિ સુધી પહોંચ્યા બાદ કાર્ય આગળ ધપી શકે.

અન્ય સમાચારો પણ છે...