તપાસ:મેઘપર(કુંભારડી)માં મારે ભણવું નથી, ઘરે નહીં આવું લખી બોર્ડનો છાત્ર ગૂમ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષિય કિશોર મોડી સાંજે અમદાવાદથી મળ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી સીમમાં આવેલી સોસાયટીમાં રહેતો 10 મા ધોરણમાં અભ્યાસ કરતો બોર્ડનો છાત્ર હવે જ્યારે પરિક્ષાને 8 દિવસ બાકી રહ્યા છે ત્યારે જ મારે ભણવું નથી, હું ઘરે નહીં આવું એવું ચિઠ્ઠીમાં લખ્યા બાદ ગૂમ થયો છે. 15 વર્ષીય કીશોરના પિતાએ તેનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોડી સાંજે તે કીશોર અમદાવાદથી મળી આવ્યો હતો.

અપહ્યત 15 વર્ષીય કિશોરના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમનો 15 વર્ષીય પુત્ર જે 10 મા ધોરણમાં અભ્યાસ કરે છે અને 8 દિવસ પછી તા.14/3 ના બોર્ડની પરિક્ષા છે. તેમનો પુત્ર આજે બપોરે અચાનક ઘરેથી ગૂમ થયો હતો, ગભરાઇ ગયેલા પરિવારે શોધખોળ કરી પરંતુ ઘરમાં ટિપોઇ પર લખેલી ચિઠ્ઠી મળી હતી.

જેમાં લખ્યું હતું કે મારે ભણવું નથી અને હું ઘરે આવીશ નહીં , પુત્ર અચાનક ગુમ થતાં પરિવારે શોધખોળ કરી પરંતુ ક્યાંય પત્તો ન મળતાં તેમણે અંજાર પોલીસ મથકે પોતાના 15 વર્ષીય પુત્ર નું અજાણ્યા ઇસમોએ પોતાના વાલીપણામાંથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી હતી, આ બાબતે મોડેથી પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ આ ગૂમ થયેલો 15 વર્ષીય કિશોર અમદાવાદથી મળી ગયો હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...