ધાક બેસાડતો ચુકાદો:ભરણપોષણના કેસમાં પતિને 810 દિવસની કેદ, ​​​​​​​27 માસના 6 હજાર લેખે 1.60 લાખ ન ચૂકવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચૂકાદો

ગાંધીધામની કોર્ટે ભરણ પોષણના કેસમાં પતિને કસૂરવાર ઠેરવી મહિનાના 30 દિવસ લેખે કુલ 810 દિવસની કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો. આ કેસની વિગતો મુજબ, આદિપુરમા઼ રહેતા મીનાબેન જયસુખગર ગોસાઇ પતિ સામે તા.27 જુન 2016 ના રોજ ભરણ પોષણ માટે અરજી કરી હતી જેમાં કોર્ટે રૂ.6,000 માસિક રકમ પત્ની અને બે સંતાનોને ભરવા માટે તા.3 ઓક્ટોબર 2018 ના રોજ હુકમ કર્યો હતો.

જેની સામે જયસુખગર ગોસાઇએ ત્રણ વર્ષમાં ફક્ત રૂ.8,000 ભર્યા છે. પોતે પોસ્ટ વિભાગમાં નોકરી કરતા હોવા છતાં પણ નાણા ભરપાઇ કરવા તૈયાર નથી. વળી અરજદારને ભરણ પોષણની રકમ ચુકવી આપવા જણાવાતાં તેમની પાસે ચૂકવવા કોઇ રકમ ન હોવાનું જણાવ્યુ઼ હતું. આ કેસમાં અરજદારના વકીલ આર.એચ.ભાવસારની દલીલો ગ્રાહ્ય રાખી ગા઼ધીધામના બીજા અધિક ન્યાયધીશ એમ.કે.શાહે પતિને કસુરવાર ઠેરવી 810 દિવસની કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...