તપાસ:‘હું જીંદગીથી કંટાળી ગયો છું પાછો નહીં આવું’ લખી પતિ પાંચ દિવસથી લાપત્તા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ જણાવ્યું અગાઉ આમ ચાલ્યા જતા પણ આવી જતા, આ વખતે ન આવ્યા

ગાંધીધામના સેક્ટર-5 ગણેશનગરમાં હું મારી જીંદગીથી કંટાળી ગયો છું હવે પાછો નહીં આવું એમ ચિઠ્ઠીમાં લખ્યા બાદ પાંચ દિવસથી મારા પતિ લાપત્તા થયા છે તેવી ગૂમનોંધ પત્નીએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. મુળ પાટણના ખારી વાવડીના હાલે ગણેશનગરમાં રહેતા 26 વર્ષીય પાયલબેન હાર્દિકભાઇ પરમારે નોંધાવેલી ગૂમનોંધમાં જણાવ્યું હતું કે, તેમના પતિ હાર્દિક કનુભાઇ પરમાર છેલ્લા એક માસથી પાણીનો છકડો ચલાવતા હતા. તા.3/7 ના બપોરે હાર્દીકે બપોરે ઘરે આવીને જમવાનું કહેતાં મારે નથી જમવું મરી જવું છે કહી ઘરે થી જાય પાછા આવે તેમ આંટાફેરા કર્યા હતા.

ત્યારબાદ સાંજે સાત વાગ્યાના અરસામાં તું મારા દિકરાનું ધ્યાન રાખજે હું ફરી પાછો નહીં આવું કહી ઘરેથી ચાલ્યા ગયા હતા. નશાની આદત હોતાં અગાઉ પણ આ રીતે ચાલ્યા જતા પણ નશો ઉતરે એટલે આવી જતા. આ વખતે પણ તેમણે આવું વિચાર્યું પણ રાત્રે તેમના 5 વર્ષીય પુત્રની નોટબુક બેડ પર મળી જેમાં તેણે લખ્યું હતું કે હું હાર્દિકકુમાર કનુભાઇ પરમાર ગામ ખારી વાવડી પાટણ મારા દિકરાને મોટી બહેન ડિમ્પલને આપી દેજો, મારી લાશનું પોસ્ટમોર્ટમ કરાવજો અને એલઆઇસીના વીમાની રકમ દીકરાના નામે મુકી દેજો, મારી પાછળ ઘરના કોઇનો વાંક નથી મારો દીકરો ડિમ્પલ લેવા ન માગતી હોય તો અનાથાશ્રમમાં મુકી દેજો કેમ કે હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. આવી ચિઠ્ઠી મળ્યા બાદ આસપાસ સગા સબ઼ધીમાં તપાસ કરી પણ ભાળ ન મળતાં પાંચ દિવસે તેમણે બી-ડિવિજન પોલીસ મથકે ગૂમનોંધ લખાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

તા.3/7 ના નિકળી ગયા બાદ પત્નીએ 4/7 ના નકટીપુલ પાસે જોયા
પાંચ દીવસથી આ પ્રકારની નોટ લખીને ચાલ્યા ગયેલા પોતાના પતિની ગૂમ નોંધમાં પત્નીએ જણાવ્યું હતું કે, તા.3/7 ના તે આ પ્રકારનું લખીને ચાલ્યા ગયા બાદ તેની શોધખોળ કરી હતી જેમાં તા.4/7 ના રોજ તેમણે પોતાના પતિને નકટી પુલ પાસે છકડો લઇ જતા જોયા હોવાનું પણ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ અડોશી પડોશી સાથે તેના શેઠ પાસે પુછપરછ કરતાં તેની કોઇ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...