કચ્છની ઔધોગિક આર્થિક પાટનગરી ગાંધીધામમાં એક તરફ ચુંટણીના ધમધમાટ વચ્ચે વિજ કે અન્ય ખલેલ ન પહોંચે તેનું પ્લાનીંગ ચાલતું હતું, ત્યારેજ સવારના અચાનક વીજળી ડુલ થઈ ગઈ હતી. આ સાથે બીએસએનએલનું ઈન્ટરનેટ પણ ખોરવાઈ જતા સરકારી કચેરીઓમાં કામ કરાવવા આવેલા લોકો કલાકો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના સવારે કોઇની ટક્કરે વિજપોલ ધરાશાહી થઈ ગયો હતો. જેના કારણે વિજળીના કેબલ સાથો સાથે એક મોટા મહત્વપુર્ણ વિસ્તારમાંથી બીએનએલએનના કેબલ પણ કપાઈ જતા બીએસએનએલ ઈન્ટરનેટ સાથોસાથે વીજ સપ્લાય પણ બંધ થઈ ગયો હતો.
જેના કારણે ખાનગી કચેરીઓ, રહેવાસીઓએ તો ભારોભાર સમસ્યાઓનો સામનો કર્યોજ હતો, પરંતુ સાથોસાથ સરકારી કચેરીઓમાં પણ કામકાજ અટકી ગયું હતું. જેના કારણે મામલતદાર કચેરી જેવી સરકારી કચેરીઓ કે જ્યાં નાના મોટા કામો માટે રોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે, તેઓ કલાકો સુધી પરેશાન થયા હતા.
સવારે 10વાગ્યાના અરસામાં ઠપ્પ થયેલો વિજપુરવઠો બપોરના 1 બાદ ફરી શરૂ કરી શકાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે દિવાળી પહેલાથી દર થોડા દિવસના અંતરાલે વિજ પુરવઠો બાધિત થવાની ઘટનાઓમાં વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.