કાર્યવાહી:અંજાર પાસે 32 હજારના શંકાસ્પદ પામ તેલ સાથે હોટલ સંચાલક જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરોના ચાલકોની સાથે સાંઠગાંઠ કરી ચોરી કરાતી હોવાની શંકા દર્શાવાઇ

અંજાર નજીક કારગીલ કંપની પાસે આવેલી હોટલના સંચાલકને પૂર્વ કચ્છ એલસીબીની ટીમે રૂ.32 હજારની કિંમતના શંકાસ્પદ ચોરાઉ પામ તેલ સાથે પકડી લઇ કાર સહિત કુલ રૂ.1.07 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપયો હતો. એલસીબીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયયાન બાતમી મળી હતી કે કારગીલ કંપની પાસે આવેલી હોટેલ ક્રિષ્નાનો સંચાલક પંકજભાઇ ઉર્ફે કલ્પેશભાઇ રાધુભાઇ જરૂ અલગ અલગ ટેન્કરોના ચાલક સાથે સાંઠગાંઠ કરી ઓઇલ ચોરી કરે છે.

આ બાતમીના આધારે હોટલ પર દરોડો પાડી પાર્કિંગમાં રાખેલા રૂ.32,625 ની કિંમતના બીલ કે આધારે પુરાવા વગરના શંકાસ્પદ 435 લીટર પામ ઓઇલના જથ્થા સાથે સંચાલકની અટક કરી કાર સહિત કુલ રૂ.1,07,625 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...