‘હેલ્લો, અવાજ આવે છે નહી?’ આ પ્રકારના શબ્દો ગાંધીધામમાં ગમે ત્યાં સાંભળી શકાય છે, છેલ્લા એકાદ મહિનાથી નેટવર્કને લઈને વિવિધ સમસ્યાઓનો સમનો નગરજનો કરી રહ્યા છે, જેના કારણે અવાજ ન આવવો અચાનક ફોટ કટ થઈ જવો સહિતની બાબતો સામેલ છે.
સમગ્ર ભારતમાં 5જીને લોન્ચ કરવાની સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે, અને તેમાંય પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર દેશમાં ચારમાંથી કંડલા પોર્ટનું ચયન કરાયુ છે ત્યારે તેની કામગીરી પણ અહી શરૂ કરી દેવાઈ હોવાનો દાવો સુત્રોએ કર્યો હતો. તેનાથી વિપરીત લગભગ દરેક ખાનગી કંપનીઓના નેટર્વકમાં ગાંધીધામમાં ખામી સર્જાઈ હોય તેમ કોઇને સ્પષ્ટ અવાજ પહેલાજ ફોનમાં જવલ્લેજ મળવા પામી જાય છે.
નહિતર, પ્રાંગણમાં આવીને ફરી ફોન લગાવવો પડે છે. આ અંગે અર્પીત શાહે જણાવ્યું કે ઘરના અંદરના રુમમાં તો અવાજજ આવતો નથી, જ્યારે ફોન આવે કે અમારે ફોન કરવો હોય તો બહારના રુમમાં આવવું પડે છે,ન માત્ર એટલુ પણ ઉપભોક્તા મીત મોરબીયાએ કહ્યું કે થોડા અંતરીયાળ વિસ્તારમાં હો તો ઈન્ટરનેટ પણ કામ કરતું બંધ થઈ જાય છે.
ઈંટરનેટ સર્વિસ રહી ત્રણેક દિવસ બાધિત
બીએસએનએલ બ્રોડબેંડની ઈંટરનેટ સર્વિસ ગત સપ્તાહે કેટલાક કારણોસર બાધિત રહેતા તેના પર નિર્ભર વ્યવસ્થાઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની સ્થિતિમાં ફરિયાદ કરવા કોઇ એક સંપર્ક પણ ન હોવાથી ઉપભોક્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.