બોગસ તબીબ:બે વર્ષથી લોકોની દવા કરતો ધો. 12 પાસ બોગસ તબીબ ઝડપાયો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાહરનગર પાસે સર્વિસ રોડ પર સ્થાનિક પોલીસે ભાંડો ફોડ્યો
  • મેડિકલને લગતા સાધનો, દવા અને રોકડ સહિત પોલીસે 5920નો મુદ્દામાલ જપ્ત કર્યો

ગા઼ધીધામ નજીક જવાહરનગર પાસે સર્વિસ રોડ પર કોઇપણ માન્ય ડીગ્રી વગર બે વર્ષથી પોતાને તબીબ ગણાવી પ્રેક્ટિસ કરી રહેલા ધોરણ 12 પાસ બોગસ તબીબને એ-ડિવિઝન પોલીસે પકડી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, જવાહરનગર પાસે ગાયત્રી પેટ્રોલપમ્પ નજીક સર્વિસ રોડ પર દુકાનમાં સમરેશ રૂપકુમાર વિશ્વાસ કોઇપણ માન્ય ડીગ્રી વગર ડોક્ટર તરીકેની ઓળખ આપી પ્રેક્ટિસ કરે છે.

આ બાતમી મળતાં જ ગાંધીધામ તાલુકાના આદિપુર પ્રાઇમરી અર્બન હેલ્થ ઓફિસર ડો.આદિલભાઇ વજાહિરભાઇ કુરેશીને જાણ કરી ટીમ સાથે તે ક્લીનીક પર દરોડો પાડ્યો હતો. મુળ કલકત્તાના હાલે પડાણા રહેતા બોગસ તબીબ સમરેશ રૂપકુમાર બિશ્વાસ પાસે કોઇ ડીગ્રી ન હોવાનું જણાવી પોતે 12 ધોરણ પાસ છે અને અહીં દોઢ બે વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવતાં રૂ.4,500 ની કિંમતના મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો, દવાઓ તથા રૂ.1,420 રોકડ મળી કુલ રૂ.5,920 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં પીઆઇ એ.બી.પટેલ સાથે સ્ટાફ જોડાયો હતો. આજ વિસ્તારમાં અગાઉ પણ ડિગ્રી વગરના તબીબ પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...