સોલાર પ્લાન્ટમાંથી સામાન ચોરાયો:અંજારના ચાંદ્રાણીના પ્લાન્ટમાંથી રૂપિયા 5.88 લાખનો સામાન ગઠીયાઓ ચોરી કરીને ભાગ્યાં

ગાંધીધામ14 દિવસ પહેલા

અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે તૈયાર થતા મિલ્ક પ્લાન્ટમાં સોલાર પેનલ લગાવવાનું કામ ચાલુમાં છે. જે સ્થળે સામાનની રખેવાળી માટે ચોકીદાર નિમવામાં આવ્યો છે, પરંતુ રાતના ચોકીદાર સુઈ જતાં તેનો લાભ લઈ આ સ્થળે રાખવામાં આવેલા પ્લાન્ટને લગતા સામાનની તસ્કરો ચોરી કરી ગયા હતા.

અંગે દુધઈ પોલીસ મથકેથી મૂળ પાટણના અને હાલે નવાગામમાં રહેતા અને મેટગ્રો રિનીવેબલ્સ પ્રા.લિ. કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રવિન્દ્રકુમાર હરિભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ ચાંદ્રાણી ગામે આવેલ સર્વે નંબર 488 / 1 માં સોલાર પ્રોજેકટ નાખવા માટે તેમની કંપનીએ કચ્છ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુશર યુનિયન લિમિટેડ કંપનીનું ટેન્ડર સ્વીકાર્યું હોવાથી કંપની વતી ફરિયાદીને સોલાર પ્લાન્ટ તૈયાર કરવાની જવાબદારી અપાઈ છે.

થર્ડ પાર્ટી તરીકે દેવસ્યા રેડસન સોલાર કંપનીને પણ કામ અપાયું છે. 29 મી તારીખે કામગીરી પૂર્ણ કરીને સૌ ખેતરમાંથી નીકળી ગયા, આ સ્થળે સામાનની રખેવાળી માટે ચોકીદાર નિમવામાં આવ્યો છે, પરંતુ તે રાત્રે ચોકીદાર ચોકી કરવાના બદલે સુઈ ગયો હતો. જેનો લાભ લઇ ખેતરમાં રહેલા સોલાર પ્લાન્ટમાં લગાવેલા પાઈપ, તેમાં રહેલા રૂ. 5 લાખ 88 હજારની કિંમતના કુલ 1000 મીટર કેબલ વાયર ચોરી કરી જવામાં આવી હતી . તેમજ તોડફોડ કરી રૂ. 85 હજારની કિંમતના 6 સોલાર મોડ્યુલમાં નુકસાન કરી નાખવામાં આવ્યું હતું. જે વાત બીજા દિવસે સવારે ફરિયાદીને જાણ થતા ફરિયાદી દ્વારા દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...