આજથી ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રચારનો પ્રચંડ આરંભ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ હાજરી રહી અને કાર્યકર્તાઓ તથા મતદારોમાં એક નવા જ જોમ-જુસ્સાનો સંચાર કરી દીધો હતો.
ગાંધીધામમાં આસામના સીએમએ સભાને સંબોધી
આજ રોજ સવારે ગાંધીધામના પંડિત દીનદલાય હોલ, ગુરૂકુલ ખાતે ભાજપના સ્ટારપ્રચારક હેમંત બિસ્વા શર્મા આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું ઉમળકાભેર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી હેમંત બિસ્વા શર્માએ જાહેરસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારના દેશ-દુનીયામાં વિકાસના કાર્યો પણ અગ્રેસર છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવાથી મતદારોને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ મળી રહ્યો છે. વધુમાં કહ્યું કે, અયોધ્યામાં રામમંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યુ છે. આગામી ટુંક જ સમયમાં કોમન સિવીલકોડ પણ આવી રહ્યુ છે. કાશ્મીરમાં સુખ-શાંતી સ્થપાઈ ગઈ છે, આ બધુ જ નરેન્દ્ર મોદીની દ્રષ્ટીથી જ થવા પામ્યુ છે.
વધુમાં વધુ મતોથી જીતાડવા લોકોને અપીલ
આ તબક્કે હેમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને પણ આડેહાથ લીધા હતા. બીસ્વાએ ગુજરાતના વિકાસ મોડેલની પણ નોધ લઈ અને ગુજરાતનો વિકાસ આજે દેશ-દુનીયામાં વણખાઈ રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીકાસના પાયા મજબુત બનાવ્યા હોવાનુ કહ્યું હતું. બીસ્વાએ આ તબક્કે જણાવ્યું હતું કે, ગુજરાતની તો આજે દુનીયામાં નોધ લેવાઈ રહી છે, એટલે ગુજરાતમાં પરીવર્તન નહી પુનરાવર્તની જરૂર છે. ગુજરાતની શાણી પ્રજા આ વાત સારી રીતે જાણે છે. આ પહેલા કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજી હુંબલે કહ્યું હતું કે, કચ્છ-ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવાને માટે આપણે સૌ માલતીબેન મહેશ્વરીને વધુમાં વધુ મતોથી જીતાડીએ તેવી અપીલ વલમજી હુંબલ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.