તપાસ:બીજા દિવસે ચાલતી રહી જીએસટી દરોડાની કાર્યવાહી, ગાંધીધામ- ભુજની 7 હોટલ, 5 ટર્મિનલમાં તપાસ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલાના સંલગ્ન ટર્મિનલ સંચાલકોને બોલાવાયા

સ્ટેટ જીએસટીની ઈન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બુધવારના ગાંધીધામ, ભુજ અને કંડલામાં કુલ 12 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. વિભાગના સુત્રોએ જણાવ્યું કે બે હોટલમાં કાર્યવાહિ પુરી થઈ હતી. તો કંડલાના ટર્મિનલમાં સંચાલકોને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.એસજીએસટી દ્વારા ગાંધીધામ અને ભુજમાં આવેલઈ 7 હોટલમાં મંગળવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં બન્ને સ્થળે આવેલી નામાકીંત રેસ્ટોરંટનો પણ સમાવેશ થાય છે.

બે સ્થળોએ કામગીરી આટોપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, તો બાકીના સ્થળે હજી દસ્તાવેજી તપાસ અને ડિસ્કોઝરના સ્વિકારની વાટાઘાટ ચાલી રહી છે. બીજી તરફ કુદકે ને ભુસકે વિકસતા કંડલાના 5 ટર્મીનલ્સમાં પણ કાર્યવાહી ચાલી રહી છે, જેના સંચાલકોને બોલાવીને રજુ કરાઈ રહેલી કાયદાકીય બાબતોનો નિપટારો હાલ ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે. નોંધવુ રહ્યું કે વિકસતા ઉધોગો સરકારની તીજોરીમાં યોગ્ય પ્રદાન આપવાની જગ્યાએ કર ચોરી કરતા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના કારણે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...