ભાજપના 160 ઉમેદવારો જાહેર:ગુજરાતના યુવા ધારાસભ્યને ફરી મોકો, ગાંધીધામથી માલતી મહેશ્વરીને ટિકિટ મળતા આભાર વ્યક્ત કર્યો

ગાંધીધામ20 દિવસ પહેલા

ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમ ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ માલતી મહેશ્વરી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

ભરોસો મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર : માલતી મહેશ્વરી
આ યાદીમાં જણાવ્યા પ્રમાણે માલતી મહેશ્વરી ગાંધીધામથી ફરી ચૂંટણી લડશે. માલતીબેનની ટિકિટ ફાઈનલ થતાં તેમને સોશીયલ મીડીયા મારફતે ભાજપના નેતાઓ અને મોવડી મંડળનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારી પર ભરોસો મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...