મીઠાની કંપનીમાં દાદાગીરી:500 એકર જમીન આપો, નહીં તો લાશોના ઢગ થશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલિકના જમાઇએ કારણ પુછ્યું તો અમે જમીન પચાવી પાડવા આવ્યા છીએ તેમ પરખાવાયું

ભચાઉ તાલુકાના શિકારપુરના રણમાં આવેલી મીઠાની કંપનીમાં ઘૂસેલા 5 શખ્સોએ કામ બંધ કરાવી સુરક્ષા કર્મીઓને કહ્યું કે તથારા શેઠને કે જો કે અમને 500 એકર જમીન આપે નહિં તો અમે લાશોના ઢગલા કરી દેશું, અપપ્રવેશ કરી લુખ્ખી દાદાગીરી કરનાર માણબાના 5 ઇસમો વીરૂધ્ધ સિક્યુરીટી ઓફિસરે સામખિયાળી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

મુળ યુપીના અને હાલે શિકારપુરના રણ વિસ્તારમાં આવેલી ગાંધીધામના વસંતભાઇ ઠક્કરની યોગેશ્વર સોલ્ટ કંપનીમાં પોતાની સિક્યુરિટી ટીમ સાથે તૈનાત ધર્મેન્દ્રસિંઘ રામનગરસિંઘ રાજપુતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત બપોરે તેમની કંપનીમાં મીઠાના બંધ પાળાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે માણબા તરફથી આવેલા પાંચ ઇસમો કંપનીમાં ઘૂસ્યા હતા અને માર મારવાનો ભય બતાવી કામ બંધ કરાવ્યું હતું.

તેમણે આવેલા ઇસમોને પુછ્યું કે તમે કોણ છો આવું કેમ કરો છો ? તો આવેલા ઇસમોએ તેમને તારા શેઠને કહી દેજો કે 1000 એકર જમીનમાંથી 500 એકર જમીન અમને આપી દે નહીં તો તમારી લાશોના ઢગલા કરી દેવાશે તેવી ધમકી આપી હતી. આ બાબતે શેઠ વસંતભાઇને જાણ કરતાં તેમના જમાઇ કૌશિકભાઇ આયાચી ત્યાં આવી ગયા હતા અને આવેલા પાંચ ઇસમોના નામ પુછી કારણ બાબતે પુછતાં તેમણે અમે જમીન પચાવવા આવ્યા છીએ તેમ કહ્યું હતું.

આ ઘટના બાદ તેમણે શેઠે જણાવ્યા મુજબ માણબાના કુત્બુદ્દીન દાઉદભાઇ રાઉમા, તાજમામદ કાસમ રાઉમા, અબ્બાસ રમજુ રાઉમા, તાહિર હબીબ રાઉમા, જુનેદ જાનમામદ રાઉમા તથા તપાસમાં જે નિકળે તેમના વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

દાદાગીરી કરનાર પાંચ જણાએ કહ્યું મોટા માથાઓનું પીઠબળ છે !
શિકારપુરના રણમાં આવેલી યોગેશ્વર સોલ્ટમાં 500 એકર જમીન આપો નહીં તો લાશના ઢગલા કરાશે તેવી ધમકી આપનારને આ કંપનીના માલીકના જમાઇએ કારણ પુછતાં તેમણે અમે જમીન પચાવી પાડવા આવ્યા છીએ અને અમને મોટા માથાઓનું પીઠબળ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...