સભ્યપદેથી રાજીનામું:ગાંધીધામ તાલુકા પંચાયતના સદસ્ય જીવતીબેને રાજીનામું આપ્યું; કહ્યું- જે પક્ષ વિકાસના કામો નથી કરતી મારે એ પક્ષમાં રહેવું નથી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના દંડક, સદસ્ય જીવતીબેન એન. ભટૈયાએ પોતાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમનાં ગામ અંતરજાળમાં કોઈપણ વિકાસના કાર્યો ન થતાં અને તેમની સાથે ઓરમાયુ વર્તન કરવાના કારણે તેઓએ સ્વૈચ્છિક રીતે પોતાનાં પદથી આ રાજીનામું આપ્યુ હોવાનું જણાવ્યું હતું.

ગાંધીધામ તાલુકાના દંડક, સદસ્ય જીવતીબેન એન. ભટૈયાએ પોતાના સભ્યપદેથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, તે તેમનાં ગામમાં ચુંટાયા પછી સદસ્ય તરીકે ગાંધીધામ તાલુકા પંચાયતનાં પદ પર હતા. છતાં MLAના કારણે તેમના ગામના જ કામો થતાં નથી. છતાં એજ MLAને રિપીટ કરવામાં આવે છે, એવા પક્ષમાં તેઓ રહેવા માંગતા નથી.

તેમના ગામ અને તાલુકાનો વિકાસ કરે એવા નેતાઓ સાથે તેમને કામ કરવું છે. તેમના માટે પદ પ્રતિષ્ઠા કરતા તેમના ગામનાં વિકાસના કામો વધારે મહત્વનાં છે. પાંચ વર્ષમાં કોઈપણ પ્રકારના સારા કાર્યો કર્યા નથી છતાંય પણ પાર્ટીએ એજ MLAને રિપીટ ટિકિટ આપી છે. તો જનતાના કામો ન થાય એવા લોકા સાથે કામ કરવામાં મને કોઈ જ રસ નથી તેવું જીવતીબેને તાલુકા વિકાસ અધિકારીને આપેલા રાજીનામામાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...