સ્નેહ મિલન સમારોહ:ગાંધીધામ સોની મહાજન સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, ઘારાસભ્ય માલતી મહેશ્વરી રહ્યાં હાજર

ગાંધીધામ3 દિવસ પહેલા

કચ્છ ગિરનારા પરજીયા સોની સમાજ સોની મહાજન સંગઠન ગાંધીધામ કચ્છ આયોજિત નુતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સહ સરસ્વતી સન્માન સમારોહનું આયોડન કરવામાં આવ્યું હતુ. આ સાથે રાસ ગરબા તથા સ્વરૂચી ભોજનનું આયોજન મહિલા મંડળ હોલ આદિપુર કચ્છ મધ્યે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યોગેશકુમાર સોની, અતિથિ વિશેષ ગાંધીધામ વિધાનસભા ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણી, ઉપપ્રમુખ બળવંત ઠક્કર, કારોબારી ચેરમેન પુનિત દુધરેજીયા, પંકજ ઠક્કર, ભાવેશ આચાર્ય, મોમાયાભા ગઢવી, સંસ્થા કાનુની સલાહકાર શ્રીમતી પારૂલ વાય. સોની એડવોકેટ, ઉપપ્રમુખ નરેશ સોની, મંત્રી રાજેશ સોની, ખજાનચી અનિલ સોની, સહમંત્રી જગદીશ સોની અને સલાહકાર પ્રવિણ સોની, કિર્તીઁ સોનીએ ઈશ્વરનાં સ્મરણ સાથે દિપ પ્રાગટ્ય કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

બાળાઓએ અતિથીઓને કુમકુમ તિલક કરી, માલતીબેનને સંસ્થાએ પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી સ્વાગત કરી સન્માનિત કર્યા હતા. તેમજ વિધાનસભા ચૂંટણીમાં ગાંધીધામ મતવિસ્તાર ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી સહકાર વ્યકત કર્યો હતો. સોની મહાજન સમાજ દેશ સેવામાં હમેશાં તન, મન અને ધનથી જોડાયેલ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સમાજનાં યુવાધન પૃથ્વી સોની, યાજ્ઞિક સોની, શ્રેયાંસ સોની, ગૌતમ સોની, વિવેક સોનીએ માલતી મહેશ્વરીને ચૂંટણીજંગમાં વિધ્નહર્તા આર્શીઁવાદ રૂપ ગણેશજીની મૂર્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધાર્થીઁઓને સ્કુલ બેગ, પિકનીક બેગ વગેરેથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

તેમજ જ્ઞાતિજનોએ રાસ ગરબાની રમઝટએ ઉત્સાહમાં વધારો કર્યો હતો. કાર્યક્રમ સફળ બનાવવા નારીશકિત ગૃપ પ્રભા સોની, જ્યોત્સના સોની, રેખા નાંઢા, શ્વેતા સોની, રાખી સોની, નમ્રતા સોનીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નારીશકિત ગૃપ પ્રમુખ અને સંસ્થાનાં કાનુની સલાહકાર પારૂલ વાય. સોની એડવોકેટએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...