BJPના વાસુદેવનું ચૂંટણી લક્ષી માર્ગદર્શન:ગાંધીધામમાં સિંધી સમાજનો મહાસંમેલન યોજાયો; ભાજપના સ્ટાર પ્રચારકે માલતીબેનને વિજયી બનાવવા અપીલ કરી

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના સીસીએક્સ નવવાળી જુલેલાલ મંદિરમાં સિંધી સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યો હતો. સિંધી સમાજની સમગ્ર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વાસુદેવનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમની સમગ્ર જેહમત ગાંધીધામના કાઉન્સલર મનોજ મૂલચંદાણીએ ઉઠાવી હતી અને આવનારી ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા કહ્યું હતું. આ ઉપરાંત સો ટકા મતદાન કરવા માટે વિનંતી કરી હતી.

આવનારી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું
આદિપુર મધ્યે આવેલ સીસીએક્સ નવવાળી જુલેલાલ મંદિરમાં સિંધી સમાજ દ્વારા સંમેલન યોજાયો હતો. જેમાં ગાંધીધામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અજમેર, રાજસ્થાનના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીજી ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના ઉમેદવાર માલતીબેનને વિજય બનાવવા અપીલ કરી હતી. આ સંમેલનમાં આદિપુર ગાંધીધામની સિંધી સમાજની સમગ્ર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વાસુદેવનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

સો ટકા મત આપવા વિનંતી કરી
આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાણી, સિંધી સમાજના અગ્રણી સેવક લખવાણી, કુમાર રામચંદાણી, લલિત વિધાણી, અશોક મોતીયાણી, સુજાતા પ્રધાન, પુજા પરીયાની, કમલેશ પર્યાની, દિનેશ લાલવાણી, વિનોદ માણિક અને સિંધી સમાજના અનેક આગેવાનો, ભાજપના આગેવાનો તથા સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સમગ્ર જેહમત ગાંધીધામ વોર્ડ નંબર 10ના કાઉન્સલર મનોજ મૂલચંદાણીએ ઉઠાવી હતી અને આવનારી ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું અને સો ટકા મત આપવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...