રજુઆત:ગાંધીધામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર મુસાફર નહીં પણ માલગાડી આવી!

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ્કેલેટર બંધ હોવા મુદે શહેર કોંગ્રેસની રજુઆત

ગાંધીધામના રેલવે સ્ટેશને પ્લેટ ફોર્મ નંબર 1 પર જે મુસાફરો માટે સર્વાધિક સરળ અને સહજ બોર્ડીંગ સ્થળ છે, ત્યાં પેસેન્જર ટ્રેન ઉભી રાખવાને બદલે માલવાહક ટ્રેન ઊભી રહેતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનું કોંગ્રેસ દ્વારા એઆરએમ સમક્ષ જણાવાયું હતું.

ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ જણાવ્યું કે રેલવે સ્ટેશન ઉપર છેલ્લા કેટલાક સમયથી મુસાફર ટ્રેનને પ્લેટફોર્મ નંબર 2 અથવા તો અન્ય પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે, જ્યારે માલગાડી ને પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉભી રાખવામાં આવે છે. જેના કારણે ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા ઉતરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પ્લેટફોર્મ નંબર બે પર આલાહજર ટ્રેન આવી હતી, જે તરફ જવા માટે એસ્કેલેટર પણ બંધ છે તેથી અબાલ વૃદ્ધને દાદરા ચઢીને પ્લેટફોર્મ નંબર 2 સુધી પહોંચવું પડે છે અથવા તો 2 નંબર પર ઉતરેલા મુસાફરોને મુખ્ય દ્વાર પર આવવા માટે સીડી ચડી ઉતરીને આવવું પડે છે, જેના કારણે મુસાફરમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ અંગે સત્વરે કાર્યવાહી કરી તમામ મુસાફર ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉભી રાખવામાં આવે એક્સેલીટેર શરૂ કરાય તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...