પુરસ્કૃત:ગાંધીધામના રેલવે કર્મચારીને સુરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કૃત

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રાથી ડીએપી લઈને યુપી જતી ટ્રેનનું ગાડીનું એડેપ્ટર વધુ પડતું ફેરવાયાની જાણ કરી હતી

અમદાવાદ મંડળના બે કર્મચારીઓને માર્ચ 2022 મહિનામાં તકેદારી અને સતર્કતા સાથે કામ કરતી વખતે રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન દ્વારા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગત તા. 09/03ના રોજ કમલેશ કુમાર મીના ટ્રેન મેનેજર લોકો નંબર-70580 પર કામ કરી રહ્યા હતા, જ્યારે તેમની ટ્રેન ચિરાઈ સ્ટેશન પર રોકાઈ, તે જ સમયે મુન્દ્રાપોર્ટથી ડીએપી લઈને યુપીના ચિરઈથી કોટા જઈ રહ્યા હતા.થોડા સમય બાદ ક્રૂ કંટ્રોલર ગાંધીધામના ફોન પર જાણવા મળ્યું હતું કે ગાડીનું એડેપ્ટર વધુ પડતું ફેરવાયું હતું. જેથી ભચાઉ સ્ટેશન ખાતે હાજરી આપી હતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાર્ડે તેમની ફરજ સારી રીતે નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...