આદિપુર પોલીસે બે દિવસ પહેલાં ત્રણ પોલીસ મથકે નોંધાયેલી 10 વાહન ચોરીનો ભેદ ઉકેલી 1 તસ્કરને પકડ્યો, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે 1 ને પકડ્યો આમ 11 વાનહ ચોરીના ભેદ ઉકેલાયા તેની વચ્ચે ગત મધરાત્રે આદિપુરની 17 વાળી વિસ્તારમાં ઘર પાસે રાખેલું રોયલ ઇન્ફીલ્ડ ચોરીને લઇ જતો શખ્સ સીસી ટીવી કેમેરામાં કેદ થયો છે જેની ફરિયાદ પણ નોંધાઇ છે.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.1/5 ના પરોઢે ઝોન પુલિયા પાસે આવેલા ગાયત્રી વે-બ્રીજના પાર્કિંગમાંથી વે-બ્રીજના ઓપરેટર રમેશ ચુનિલાલ બારૂપાલનું રૂ.30,000 ની કિ઼મતનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી. ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ઝોનની પાછલી દિવાલ વાળા કિડાણા જતા કાચા રસ્તા પર પોકેટ કોપની મદદથી આ ચોરાઉ બાઇક સાથે મુળ ભચાઉના લલિયાણાનો હાલે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડામાં રહેતા કૈલાશ પ્રભુભાઇ કોલીને પકડી મોબાઇલ સહિત કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ભેદ ઉકેલ્યો હતો.
સામે આદિપુરના એસએએક્સ 17 વાળી વિસ્તારના મકાન નંબર – 87 માં રહેતા અને ગ્રાહક કેન્દ્રમાં સર્વિસ પ્રોવાઇડર તરીકે વ્યવસાય કરતા ભરતભાઇ શંકરભાઇ ખુશાલાણી ગત રાત્રે 12 વાગ્યે ઘરની બહાર નિકળ્યા ત્યારે તેમનું રૂ.90,000 ની કિંમતનું રોયલ ઇન્ફીલ્ડ બુલેટ ઘર પાસે હતું વહેલી પરોઢે 4 વાગ્યે તેમના ભાઇ નિલેશ ગુરૂદ્વારા જવા માટે ઉઠ્યા તે વખતે તેઓ પણ જાગીને બહાર આવ્યા ત્યારે બુલેટ જોવા મળ્યું ન હતું. રાત્રે 12 થી પરોઢે 4 વાગ્યા દરમિયાન બુલેટ ચોરી થયું હોવાની ફરિયાદ તેમણે આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી. ચોરી કરી રહેલો તસ્કર સીસી ટીવી કેમેરામા઼ કેદ થયો છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સીસી ટીવી ફૂટેજમાં આરામથી ડાયરેક્ટ કરી ચોરી કરતો શખ્સ નજરે પડે છે
આદિપુરની સતરવાળીમાં પીજીવીસીએલ કચેરી સામે ઘર પાસે મધરાત્રે થયેલી બુલેટ ચોરીની ઘટનામાં સીસી ટીવી કેમેરામાં આ બુલેટને ડાયરેક્ટ કરી ચોરીને અંજામ આપતો શખ્સ કેદ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.