ડી. પી. એના ચેરમેનને આવેદન:ગાંધીધામ મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા બીસ્માર રોડ રીપેરીંગ કરવા અને તમામ જગ્યાએ લાઈટ લગાવવા રજૂઆત કરાઈ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય અલ્પસંખ્ય મુસ્લિમ કલ્યાણ સંગઠનના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ રોશન અલી.આઈ. સાંઘાણી, કચ્છ જિલ્લા પ્રમુખ હાફિઝ અતાઉલ્લા ખાન, સામાજિક આગેવાન સાલે બાપુ ચેલા, વસીમ સોઢા, અલી બાપુ સમેજા, સુલેમાન નિગામણા, આબીદ કુરેશી વગેરે દ્વારા કંડલાથી ગાંધીધામ રોડ બીસ્માર હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા અને રોડમાં તમામ જગ્યાએ લાઈટ લગાવવા બાબતે ડી.પી. એના ચેરમેનને રજૂઆત કરાઈ હતી.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, કંડલા અને ગાંધીધામ વચ્ચે અવર-જવર માટે જે નકટી પુલ વાળો માર્ગ છે જે બંને બાજુ અત્યંત ખરાબ હાલતમાં છે. રોડ પર લાઈટના હોવાના કારણે ગાડીઓ મોટા ખાડાઓમાં પડે છે જેથી રોજ બરોજ રોડ એક્સિડન્ટ જેવી ઘટનાઓ બને છે, જેના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ઘણાં પરિવારોએ પોતાના મોભીઓ અને જવાબદાર વ્યક્તિઓને ખોવાનો વારો આવ્યો છે અને છતાંય પણ હજી સુધી એ દિશામાં કોઈ યોગ્ય કાર્યવાહી કરી હોય એવું જણાતું નથી. જેથી આપ સાહેબ દ્વારા અમારી રજુઆતને ધ્યાને લઈ લોકહિત માટે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે.

અન્ય સમાચારો પણ છે...