ઈન્દોરની ટ્રેન સોમવારે ઉપડશે:અઢી વર્ષ બાદ ગાંધીધામ ઈન્દોર અને બાંદ્રા સુપરફાસ્ટ શરૂ થશે

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંદ્રા સુપરફાસ્ટ દર શુક્રવારે, ઈન્દોરની ટ્રેન સોમવારે ઉપડશે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા અઢી વર્ષથી બંધ ગાંધીધામ સાથે જોડાયેલી બે એક્સપ્રેસ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હોવાની સતાવાર જાહેરાત કરાઈ હતી. અમદાવાદના રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ દર ગુરુવારે બાંદ્રાથી 16.45 કલાકે ઉપડશે અને 00.15 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 08:20 કલાકે ગાંધીધામ પહોંચશે.

આ ટ્રેન 11.08.2022 થી આગળની સૂચના સુધી દોડશે. ટ્રેન નંબર 12966 ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ દર શુક્રવારે ગાંધીધામથી 19:05 કલાકે ઉપડશે અને 03:10 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 11:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12.08.2022 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. તો ટ્રેન નંબર 20935 ઈન્દોર - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ દર રવિવારે ઈન્દોરથી 23:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે અને 13:55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 07.08.2022 થી આગળની સૂચના સુધી ચાલશે.

ટ્રેન નંબર 20936 ગાંધીધામ – ઈન્દોર વીકલી સુપરફાસ્ટ દર સોમવારે ગાંધીધામથી 18:15 વાગ્યે ઉપડશે અને અમદાવાદથી 23:00 વાગ્યે પહોંચશે અને બીજા દિવસે સવારે 08:55 વાગ્યે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 08.08.2022 થી આગળની સૂચના સુધી દોડશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ઈન્દોર, દેવાસ, ઉજ્જૈન, રતલામ, દાહોદ, ગોધરા, નડિયાદ, અમદાવાદ અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. નોંધવુ રહ્યુ કે આ સાથે અગાઉજ બાંન્દ્રા ભુજ ટર્મિનસ અને ભુજ-પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ દૈનિકની શરૂઆતની જાહેરાત પહેલાજ થઈ ચુકી હતી.

અન્ય સમાચારો પણ છે...