કાર્યવાહી:ગાંધીધામના ફાઇનાન્સર દુષ્કર્મ કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ તળે

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હનિટ્રેપ કાંડના ફરિયાદી સામે સ્ટ્રગલિંગ મોડેલે 8-11ના નોંધાવી હતી ફરિયાદ
  • ગોવા પોલીસે ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી ત્યાં લઇ જવા તજવીજ હાથ ધરી: આખી રાત ધમધમાટ ચાલુ રહ્યો

ગાંધીધામના ખાવડા ફાઇનાન્સના માલિક અને ચકચારી હનિટ્રેપ પ્રકરણના ફરિયાદી અનંત તન્ના વિરૂધ્ધ ગોવા ખાતે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ અન્વયે ગોવા પોલીસે કાલે રાઉન્ડ અપ કરી આજે ગાંધીધામના જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરાવી ગોવા લઇ જવા તજવીજ હાથ ધરી હોવાની ઘટનાએ કચ્છભરમાં ચર્ચા ઉભી કરી હતી. આ સંદર્ભે પ્રાપ્ત વિગતો મુજબ, 20 વર્ષીય એક કચ્છની જ સ્ટ્રગલીંગ મોડેલ દ્વારા ગાંધીધામના હોટેલિયર કમ બીઝનેસમેન વિરૂધ્ધતા.8/11ના રોજ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આ યુવતીએ તેને બીઝનેસ ટ્રીપના બહાને બોલાવી ફ્રૂટ જ્યુસમાં ઘેનની દવા આપી બેહોશીની હાલતમાં બીઝનેસમેને દુષ્કર્મ આચર્યું હોવાનો ઓક્ષેપ કર્યો છે. ગુનાનો સમયગાળો ડિસેમ્બર 2021 દર્શાવાયો છે. આ કથિત મોડેલે મુખ્ય આરોપી ઉપરાંત તેના અન્ય ચાર મળતિયાઓના પણ સહઆરોપી તરીકે નામ લખાવ્યાં છે.દસ-બાર દિવસ અગાઉ ગોવામાં નોંધાયેલા એક દુષ્કર્મ કેસમાં ગોવા પોલીસે ગત રાત્રે ખાવડા ફાઈનાન્સના અનંત ઠક્કરની આદિપુરથી અટકાયત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. અહીં નોંધવું રહ્યું કે, અનંત તન્ના ખૂદ ભુજના ચકચારી હની ટ્રેપ કેસના ફરિયાદી છે .

ગત રાત્રે ગોવા પોલીસે અટકાયત કર્યા બાદ આજે સવારે અનંત તન્નાને ગાંધીધામના જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા હતા જેમાં ગોવા પોલીસે 3 દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ટ્રાન્ઝીટ રીમાન્ડ મંજૂર કરતાં ગોવા પોલીસે તેને ગોવા લઈ જવા તજવીજ હાથ ધરી છે. ગોવા લઈ ગયાં વિધિવત ધરપકડ કરી સ્થાનિક કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. હની ટ્રેપની ફરિયાદ પછી ફાયનાન્સરની કંપની પર પડેલાં ઈન્કમટેક્સના દરોડા અને હવે અન્ય રાજ્યમાં દાખલ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અટકાયત થતાં સમગ્ર ઘટનાક્રમે જિલ્લામાં ભારે ચકચાર સર્જી છે

અન્ય સમાચારો પણ છે...