મોરબીના ખાખરેચી પાસે બાતમીના આધારે મોરબી એલસીબીએ દવાના કાર્ટુન ભરેલા હોવાની ખોટી બિલ્ટી બતાવી ભૂંસાની આડમાં રાજસ્થાનથી ગાંધીધામ જઇ રહેલા રૂ.30.99 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને પકડી 3 વિરૂધ્ધ માળિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ બાબતે મોરબી એલસીબીએ આપેલી વિગતો મુજબ, માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડકોન્સ્ટેબલ રામભાઇ મઢ, દિલીપ ચૌધરી અને વિક્રમસિંહ બોરાણાને સંયુક્ત બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક આઇસર ગાડી માળિયા તરફ આવે છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.
આ બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની આઇસર ગાડી આવતાં ચાલક બળવંતસિંગ સોનારામ શાહુ બિશ્નોઇને પુછતાં અંદર દવાના કાર્ટુન ભરેલા હોવાની ખ બિલ્ટી બતાવી સિરોહિથી ગાંધીધામ જઇ રહ્યો હોવાનું જણાવતાં રૂટ તપાસતાં આ બીલ્ટી ખોટી હહોવાની શ઼કા ગઇ હતી.
આ ગાડીની તલાસી લેતાં તેમાં ભૂંસાની બોરીઓ હટાવતાં નીચેથી રૂ.30,99,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 6,960 બોટલો મળી આવતાં 67 ભુંસું ભરેલી બોરીઓ, રૂ.5 લાખની ગાડી, રૂ.5 હજારનો મોબાઇલ અને રૂ.8,900 રોકડ મળી કુલ રૂ. 36,17,900 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. એલસીબીએ પકડાયેલા ચાલક, દારૂનો જથ્થો મોકલનાર વડોદરાના વિનોદ સિંધી, આ જથ્થો ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત અને તપાસમાં જે ખુલ્લે તેમના વિરૂધ્ધ માળિયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
ગાંધીધામ પહોંચે એટલે મુનિમને ફોન કરી તે જેને મોકલે તેને આપવાનો હતો
મોરબી એલસીબીએ પકડેલા આઇસર ચાલક બળવંતસિંગ સોનારામ શાહુ બિશ્નોઇએ પુછપરછમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના ઉદયપુર રહેતા માધુસિંગ રાજપૂતે ભરાવી આપ્યો હોવાનું અને તેણે ભરાવી આપેલો જથ્થો વડોદરાના વિનોદ સિંધીનો હોઇ તેમજ આ જથ્થો રાજસ્થાનથી ગાંધીધામ પાસેની હોટલ પાસે ગાડી ઉભી રાખી વિનોદ સિંધીના મુનિમને ફોન કરી અને મુનિમ જેને મોકલે તેને ગાડી સોંપી દેવાનું જણાવ્યું હોવાનું પકડાયેલા ચાલકે કબૂલ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.