દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ યાર્ડમાં આસ્થાઈ ગર્ડર હટાવવા માટે પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસને યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પાલનપુર-સામખ્યાળી સેક્શનના આડેસર-છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક કામ અને લખપત-વરાહી સ્ટેશનો વચ્ચે ઈલેક્ટ્રિફિકેશન કામને લીધે પાલનપુર-ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન 17 થી 25 ડિસેમ્બર, 2022 પ્રત્યેક શનિવાર અને રવિવારે રદ્દ રહેવાની જાહેરાત પણ કરાઈ હતી.
રેલવે વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું કે 20 ડિસેમ્બર’22ના ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 16505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેન યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને યશવંતપુર અને કેએસઆર બેંગલુરુ વચ્ચે રદ રહેશે. બીજી તરફ તારીખ 17, 18, 24 અને 25 ડિસેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 20927/ 20928 પાલનપુર- ભુજ- પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. જેથી મુસાફરોએ આ બદલાવને ધ્યાનમાં રાખીને પોતાની ટ્રીપના આયોજનને ઘડવા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.