ગાંધીધામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે. ત્યારે પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે યુવકની ધરપકડ કરી છે, જ્યારે બીજી તરફ પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ કરતા શખ્સને પોલીસે દબોલી લીધો છે. આ બંને કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ચાઈનીઝ દોરીનાં જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ગાંધીધામમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં જથ્થા સાથે શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસે બાતમીનાં આધારે ગાંધીધામના દ્વારકા ફર્નિચરની સામે નવી સુંદરપુરીનાં બાબુ વેરશીભાઈ કોળીનાં રૂમમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંઝાની રીલ તથા ફીરકીઓ નંગ 36 જેની કિંમત રૂપિયા 10,800 કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી પીઆઈ એસ. એન.ગજ્જુ તથા એસ.ઓ.જી સ્ટાફ જોડાયા હતા.
ઈ-સિગારેટો સાથે શખ્સ દબોચાયો
ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે વિદેશી ઇ-સિગારેટનું વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ અંગે પોલીસનાં સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરનાં ઓમ સિનેમા પાસે પદમા સ્ટોરમાં ઈ-સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી અહીંથી યોટો કંપનીની વિદેશી ઈ-સિગારેટ નંગ 40, એલફર બી.એલ 5000ની વિદેશી ઈ-સિગારેટ નંગ 12, માયા કંપનીની વિદેશી સિગારેટ નંગ 1, એસી ચેન્જ ડબલ કંપનીની વિદેશી સિગારેટ નંગ 34, એસી ગોલ્ડન લેફ્ટની વિદેશી સિગારેટ નંગ 21, ડબલ મિક્ષની વિદેશી સિગારેટ નંગ 7, એસીલાઈટ તથા ધુન હિલની વિદેશી સિગારેટ સહિત કુલ 125 નંગ સિગારેટ તથા રૂપિયા 15 હજારની કિંમતનાં મોબાઈલ ફોન સાથે કુલ 58,710નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દિપેશ ઘનશ્યામભાઈ ગીધવાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં પીઆઈ એ.બી.પટેલ સહિત ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.