ગૌરવ:ગાંધીધામની એથલિટ્સ મહિલા એએસઆઇ રાષ્ટ્રીય સ્તરે રમશે

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ અનેક મેડલ મેળવી ચુકી છે ખેલાડી

ગાંધીધામખાતે પૂર્વ કચ્છ પોલીસના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા અેથલેટિક્સમાં અનેક મેડલો જીતનાર મહિલા એએસઆઇ આગામી 11 મે થી 15 મે દરમિયાન બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે. 100 મીટર, 200 મીટર દોડ, ચક્ર ફેંક અને ગોળાફેંકમાં અગાઉ પણ નામ રોશન કરી ચુકેલા આ મહિલા એએસઆઇ આ વખતે પણ ગોલ્ડ મેડલો જીતીને આવે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.

મુળ જસદણના અને હાલે પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા કિંજલબેન નારાણભાઇ ખોખરિયા વર્ષ-2021 નવેમ્બરમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક્સની રમતોમાં ભાગ લઇ 100 મીટર, 200 મીટર દોડ, ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલઇ જીતી ચુક્યા છે, તો માર્ચ-2022 માં મહારાષ્ટ્રના બદલાપુરમાં રમાયેલી રાષ્ટ્રીય સ્તરની 100 મીટર, 200 મીટર , ચક્ર ફૈંક અને ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તો જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમા઼ક મેળવી તેઓ રાજ્ય સ્તર માટે પસંદગી પામ્યા છે હવે તેઓ આગામી તા.11 મે થી તા.15 મે દરમિયાન બેંગ્લોર ખાતે રમાનાર રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવામાં ગોલ્ડ મેડલ જીતવાના ઇરાદે ભાગ લેવા જઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...