પૂર્વ કચ્છમાં બેફામ ગતિ, આડેધડ પાર્કિંગ સહિતની બેદરકારીને કારણે વર્ષ-2022 માં માર્ગ અકસ્માતોની 345 ઘટનાઓ નોંધાઇ હતી જેમાંથી 181 જીવલેણ અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, આ 181 ફેટલ અકસ્માતની ઘટનાઓમાંથી સૌથી વધારે 54 ઘટનાઓ ગાંધીધામ વિસ્તારમાં નોંધાતા આ વિસ્તાર રેડઝોન બન્યો છે.
જો કે વર્ષ-2021 કરતાં અકસ્માતોની સંખ્યા આ વર્ષમાં ઘટી છે પરંતુ વર્ષ-21 અને વર્ષ-22 માં ગાંધીધામ વિસ્તારમાં જ સૌથી વધુ જીવલેણ અકસ્માતની ઘટનાઓ નોંધાઇ હતી. આંકડાકીય વિગતોની વાત કરીએ તો વર્ષ-2022 માં 181 જીવલેણ, 115 માં ગંભીર ઇજા પહોંચી હોવાની, 22 માં સામાન્ય ઇજા પહોંચી હોવાની તો સદ્દભાગ્યે ઇજા ટળી હોય તેવી 27 અકસ્માતની ઘટનાઓ વર્ષ દરમિયાન નોંધાઇ છે.
સૌથી વધુ ગાંધીધામ- ભચાઉ-કંડલા હાઇવે અને ટાગોર રોડ અકસ્માત ઝોન
ગાંધીધામ-ભચાઉ-કંડલા જતા હાઇવે પર આડેધડ પાર્કિંગ, બેફામ ગતી તે પછી હાઇવે હોય કે પછી સર્વિસ રોડ હોય , ટ્રાફીકના નિયમ મુજબ વાહન પર રેડિયમ ન લગાડવી જેવી બેદરકારીને કારણે આ પ્રકારના જીવલેણ અકસ્માત આ ઘટનાઓ સર્જાઇ છે , તો ટાગોર રોડ ઉપર બેફામ ગતછી અને કટમાંથી થતા આડેધડ વાહન વ્યવહારને કારણે અને ગળપાદર હાઇવે ઉપર આ જ પ્રકારની બેદરકારીઓદને કારણે આવી જીવલેણ ઘટનાઓ બની છે જેના કારણે સૌથી વધુ ઘટનાઓને કારણે આ ગાંધીધામ વિસ્તાર રેડ ઝોન બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.