ભારત દેશજ નહિ, પરંતુ સાઉથ એશીયાનો સૌથી મોટા ટિમ્બર ટ્રેડ હબ એવા કંડલા ટિમ્બર ઉધોગને અસર કરતો મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યા બાદ સરકારે પણ પોતાના ગેઝેટમાં પરિવર્તીત નિર્ણયને સ્થાન આપી દેતા ટિમ્બર ટ્રેડએ તેને આવકાર આપ્યો હતો.
સમગ્ર દેશમાં સર્વાધિક ટિમ્બર દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં આયાત થાય છે. તો આસપાસના નાના દેશોને પણ અહીથીજ ટિમ્બરની સપ્લાય અપાતી રહે છે ત્યારે આ પ્રક્રિયામાં લાંબા સમયથી એક પેંચ ફસાયેલો હતો. બહારના દેશથી આયાત થતી પ્રોડક્ટ્સ, કોમોડીટીસમાં જે તે દેશના જીવજંતુ ન હોય તે માટે કિટનાશકોનો સંપુર્ણ નાશ કરવાની પ્રક્રિયાને નિર્ધારીત કરાઈ છે. ટિમ્બર તેમજ અન્ય સબંધિત કાર્ગો સાથે આ નિયમ એવો હતો કે જે પણ ઈમ્પોર્ટ થાય, તેના એક્સપોર્ટ કરાયેલા દેશ દ્વારા આ કાર્ગોનું ફ્યુમીકેશન એટલે કે જંતુનાશક કરવાની પ્રક્રિયા તેજ દેશમાં મીથાઈલ બ્રોમાઈડ થકી થઈ જવી જોઇએ.
જો તેવું ન થાય તો આયાતી જે તે કાર્ગો પર ફીસથી અતીરીક્ત 5% ચાર્જ કે એકરીતે દંડ વસુલવામાં આવતો હતો. જેની સીધી એસર એક આયાતી ટિમ્બર સાથે કરીએ તો એકહજાર જેટલી થતી હતી. કંડલા ટિમ્બર એસોસીએશન આ મુદાને લઈને 2017માં ન્યાયાલયના દ્વાર ખટકાવ્યા હતા. ત્યારબાદ જે તે ચાર્જીસને અંડર ટેકિંગની વ્યવસ્થા લાગું કરીને નિર્ણય ન આવે ત્યાં સુધી તેનેજ માન્ય રાખવાનું નિર્ધારીત કરાયું હતું.
આખરે થોડા દિવસ અગાઉ તે નિર્ણય ટિમ્બર ઉધોગની તરફેણમાં આવ્યો અને ત્યારબાદ માત્ર ટિમ્બર નહિ પરંતુ તમામ કોમોડીટીસ માટે આ નિર્ણયને પીપીક્યુ, કૃષિ મંત્રાલય દ્વારા પરિવર્તીત કરીને તેને ગેઝેટ્સમાં પણ પ્રકાશિત કરી દેવાતા સંગઠન દ્વારા તેને આવકાર અપાયો હતો. કંડલા ટિમ્બર એસો. ના પ્રમુખ નવનીત ગજ્જર અને ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ દ્વારા આ નિર્ણય ટ્રેડ માટે સકારાત્મક હોવાનું જણાવીને વિભાગે પણ હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવ્યું હતું.
ટિમ્બર ઉધોગ માટે દર વર્ષે અંદાજે 40 કરોડની બચત થશે
આ નિર્ણયથી ટિમ્બર ઉધોગને દર વર્ષે કુલ ટર્નઓવર અને ભરાતા કર અને પેનલ્ટીને જોતા અંદાજે 40 કરોડ જેટલી બચત થશે તેવો અંદાજો વ્યક્ત કરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી અંડર ટેકિંગ પર ચાલતી વ્યવસ્થાની જંજટ પણ હટી જવા પામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.