છરીની અણીએ લૂંટ:ગાંધીધામમાં કાર્ગો યાદવનગર સામે સર્વિસ રોડ પર જઈ રહેલા રેલ્વે કર્મચારીને લૂંટીને ચાર શખ્સો ફરાર

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સોએ ખિસ્સામાં રહેલા મોબાઇલ તથા રોકડ રૂપિયા 1200ની લૂંટ ચલાવી ​​​​​​

ગાંધીધામ શહેરના કાર્ગો યાદવનગર સામે સર્વિસ રોડ ઉપર જઇ રહેલા રેલવે કર્મચારીને છરી બતાવી ચાર લૂંટારૂઓ તેની પાસેથી રૂા. 11 હજાર 200ની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

ચાર શખ્સો મોબાઈલ તથા રોકડની લૂંટ ચલાવી નાસી ગયા
ગાંધીધામ શહેરના કાર્ગો યાદવનગર સામે સર્વિસ રોડ ઉપર જઇ રહેલા રેલવે કર્મચારીને છરી બતાવી ચાર લૂંટારૂઓ તેની પાસેથી રૂા. 11 હજાર 200ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે રેલ્વેમાં ટ્રાફિક આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રકુમાર પ્રમોદકુમાર ગુર્જરે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કર્મચારીની ગત તારીખ 24 જુલાઈના સાઇકલથી કાર્ગો ઝૂંપડપટ્ટી પાર કરી કાર્ગો પેટ્રોલપંપ પાસે યાદવનગર રોડ પર પહોંચતાં નંબર પ્લેટ વગરની બે બાઇક ઉપર ચાર શખ્સ ત્યાં આવ્યા હતા. આ શખ્સો પૈકી એક શખ્સે છરી કાઢી ફરિયાદીની છાતી ઉપર મૂકી દીધી હતી અને તેના ખિસ્સામાં રહેલ મોબાઇલ તથા રોકડ રૂપિયા 1200ની લૂંટ ચલાવી હતી. આ શખ્સોએ યુવાનને માર મારી આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગૂડઝ શેડ બાજુ નાસી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...