પોલીસની રેડ:ગાંધીધામમાં સપનાનગરના એક મકાન આગળ પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ શહેરના સપનાનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે કુલ રૂપિયા 1લાખ 11 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સપનાનગરમાં મકાન આગળ પડેલી અલ્ટો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતાં બી-ડીવીઝન પોલીસે ટીમે રેડ પાડી મકાન આગળ પાર્ક કરેલી અલ્ટો કારમાંથી જુદી-જુદી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતાં ત્યાંથી પણ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 31,610ની કિંમતની 77 દારૂની બોટલો, અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 1,11,610નો મુદામાલ કબ્જે કરી હાથમાં ન આવેલા આરોપી ઈન્દ્રગીરી કિશોરગીરી ગોસ્વામી વિરૂધ્ધ પ્રોહિબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કામગીરીમાં બી-ડીવીઝન પોલીસ ઈન્સ.એમ.એન.દવે સાથે સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...