ચૂંટણી:પહેલી વાર પોર્ટના એચઓડીને પ્રીસાઈડીંગ ઓફિસર બનાવાયા!

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની ડ્યૂટીમાં સ્ટાફની પૂરી વિગતો નહોતી આપી
  • ​​​​​​​પ્રશાસને જાણી કરીને નિર્ણય લીધાથી ઈન્કાર, પણ દંડ અપાયાની ચર્ચા

પોર્ટના સીવીલ વિભાગમાં 500જેટલા કર્મચારીઓ છે, પરંતુ ચુંટણીની ડ્યુટી માટે વિભાગે લીસ્ટ માત્ર 130 આસપાસનું આપ્યુ હતું. ત્યારબાદ નવું લીસ્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ ગતરોજ આજ વિભાગના વડાને પ્રીસાઈડીંગ ઓફિસર એટલે બુથના સંપુર્ણ ઈન્ચાર્જ તરીકેની નિયુક્તી અપાતા આને પ્રત્યાઘાત મનાઈ રહ્યો હતો. આવું કદાચ પ્રથમવાર બન્યુ કે પોર્ટના એચઓડીને પ્રીસાઈડીંગ ઓફિસર બનાવાયા છે.

ગુજરાત વિધાનસભા ચુંટણીના શંખનાદ સાથે તમામ પ્રકારની સરકારી મશીનરી તેમાં જોતરાઈ ગઈ છે, ત્યારે પોર્ટના સિવિલ વિભાગ જેટલો સ્ટાફ છે, તેનાથી ઓછા લોકોની લીસ્ટ આપ્યાનું બહાર આવતા બાબત ચર્ચાના એરણે ચડી હતી. પોર્ટનો એક મોટો તબક્કો આને માનવ સહજ કે ઈરાદા વિનાની ભુલ ગણાવી રહ્યું છે તો એક વર્ગ આને ડ્યુટીથી બચવા નિચલા સ્તરેથી કોઇએ ચાલેલી ચાલ હોવાની ચર્ચી રહ્યું છે.

બીજી તરફ સીવીલ વિભાગના વડા એચઓડી, ચીફ ઈજનેરને પ્રીસાઈડીંગ ઓફિસર તરીકે નિયુક્તી કરાયાનું બહાર આવતા આને સ્ટાફની માહિતીઓ છુપાવવા માટે કરાયેલી દંડાત્મક કાર્યવાહીન ભાગરુપે જોવાઈ રહ્યું હતું. જોકે, ગાંધીધામના મુખ્ય ચુંટણી અધિકારીએ આ પ્રકારની કોઇ જોગવાઈ ન હોવાનું અને તમામ કોમ્પ્યુટરાઈઝ કામ થતું હોવાનું જણાવી તે અનુસાર જ તમામની જવાબદારી નક્કી કરાઇ હોવાનું જણાવ્યુ હતું. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર સંભવત: પહેલી વાર એવું બન્યું હતું કે, પોર્ટના કોઇ વિભાગીય વડાને પ્રીસાઇડીંગ ઓફિસરની જવાબદારી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...