કચ્છમાં પર્યટન,ઉધોગ અને એનઆરઆઈ ફેક્ટર હોવાથી વિમાની સેવાઓ વધે તેની ખુબ જરૂર છે ત્યારે તે વધવાની જગ્યાએ ઘટતી જતા વિરોધ અને રોષની લાગણી ઉઠવા પામી છે. કંડલા એરપોર્ટ થી દિલ્હીની ફ્લાઈટ જે આટલા સમયથી ચાલુ બંધ સતત રહી તે ફરી આગામી 3 ડિસેમ્બર સુધી બંધ રહેવાની જાહેરાત કરાતા ગાંધીધામ ચેંબરે તે અંગે ઉગ્ર વિરોધ નોંધાવીને કંડલા એરપોર્ટ તેમજ ભુજ એરપોર્ટથી પણ અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુની ફ્લાઈટ શરૂ કરવાની માંગ કરી વારંવાર બંધ થઈ રહેલી ફ્લાઈટ અંગે વિરોધ દર્શાવ્યો હતો.
એક તરફ જી 20 દેશોના સમુહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાઈ શકે તેવી સંભાવનાઓ વચ્ચે કચ્છના બે મુખ્ય એરપોર્ટ પર સીમીત સંખ્યામાં અને તેમાં પણ ઘટી રહેલી વિમાની સેવાઓ બન્ને વિપરીત પરિસ્થ્તિઓ ઉભી કરી રહ્યા છે. કંડલા એરપોર્ટથી આ વર્ષે ચાલુ થઈ જશે તેવા દાવા સાથે ગયા વર્ષે બંધ થયેલી અમદાવાદની ફ્લાઈટ સેવા હજી સુધી બંધ છે, તો હવે દિલ્હીની ચાલુ બંધ થતી ફ્લાઈટને પણ 3જી ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે તેવું જણાવાતા ગાંધીધામ ચેમ્બર દ્વારા આ અંગે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર રહીને રજુઆત કરી હતી.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું કે કચ્છમાં વ્યાપાર, એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઝોન, કાસેઝ, સેમિન્ટ, એનઆરઆઈ, રણોત્સવ, જી-20 દેશોની સમિટ જેવા કાર્યક્રમોનું આયોજન છે ત્યારે કંડલા ભુજ એરપોર્ટ પર અન્ય ફ્લાઈટો વધારી એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સુવિધા આપવાના બદલે હયાત સુવિધાઓ પણ છીનવાતા અન્યાની લાગણી પ્રવર્તી રહી છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પણ આ અવાજ સંસદમાં બુલંદ કરવા માંગ કરાઈ છે. મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે ખરેખર તો કંડલાથી અમદાવાદ થઈ દિલ્હી- મુંબઈ- સુરત- બેંગ્લુરુ કે ભુજથી મુંબઈ- દિલ્હીની ફ્લાઈટો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તાતી જરૂરિતાય છે. સરહદી જિલ્લા કચ્છમાં કંડલા અને ભુજ એરપોર્ટને સુવિધામાં પ્રાથમિકતા આપવી અતિ આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.