સેશન્સ કોર્ટે સજા ફટકારી:ગાંધીધામમાં બાળકી સાથે અડપલાં કરનારા આરોપીને પાંચ વર્ષની સખત કેદ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020 ના ભારે ચકચારી બનેલા કેસમાં ગાંધીધામની અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો મુજબ ભોગ બનનાર કિશોરી પોતાના ઘરે હતી. તેનાં ઘરની બાજુમાં અન્ય એક મકાન બની રહ્યું હતું, જેમાં કામ કરનારા આરોપી સતિષ ઉર્ફે બ્રિજેશસિંહ છિદુસિંહ તોમરની નિયત બગડી હતી. આ શખ્સ બાળકીને લાલચ આપી નવા બનતા મકાનમાં લઈ ગયો હતો. ત્યાં આ બાળકી સાથે અડપલાં કરતા બાળકીએ રાડારાડ કરી હતી. જેના પગલે આસપાસના લોકો એકઠાં થઈ જતાં આ શખ્સને પકડી પાડ્યો હતો. બાળકીના પિતાએ આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી અને અહીંની પોક્સોની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસમાં અધિક સેશન્સ જજ એવા ન્યાયધીશ એમ.જે.પરાસરે બંને પક્ષોની દલીલો સાંભળી, દસ્તાવેજી પુરાવા ચકાસી બાદમાં આ શખ્સ સતિષને તકસીરવાન ઠેરવ્યો હતો અને (જાતીય ગુનાઓથી બાળકોનાં રક્ષણ બાબત અધિનિયમ 2010)ની કલમ 8 તળે તેને 5 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવાનો આદેશ કરાયો હતો. તેમજ કલમ 357-એ, અન્વયે પીડિત કરુણા યોજના તળે ભોગ બનનારની વય, આર્થિક, સામાજિક સ્થિતિને જોતાં તેને રૂા. 2 લાખ વળતર ચૂકવવા માટે જિલ્લા લિગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એસ.જી. રાણા હાજર રહી દલીલો કરી હતી. તેમજ ફરિયાદીના મૂળ વકીલ તરીકે ધારાશાત્રી આર. કે. સિંઘલ અને પ્રિયંકા રાવ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...