ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કચ્છ જિલ્લાની સૌપ્રથમ કોરોનરી આઈવીએલ આસીસ્ટેદ એન્જીયોપ્લાસ્ટીના બે સ્થાનિક કેસ સફળતા પુર્વક હેંડલ કરાયા હતા, આ સાથેજ જિલ્લામાં પ્રથમવાર એન્જીયોલાસ્ટી અને પેસમેકરના નિયમિત કેસ ઉપરાંત આઈવીયુએસ એટલે કે ઈન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ ઈમેજિંગ પણ શરૂ કર્યું હતું.
ગાંધીધામ સ્ટર્લીંગના હેડ રાજ કડેચાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના અનુભવી તબીબ ડો. અંકુર અગ્રવાલ, ડો. સુનીલ બોબડેની આગેવાનીમાં કોરોનરી આઈવીએલ આસીસ્ટેડ એન્જીયોપ્લાસ્ટીના 2 કેસ હેંડલ કરાયા હતા, જેમાં દર્દીઓના હૃદયની રક્ત વાહિનીઓમાં ગંભીર પ્રકારનું બ્લોકેજ હતું. જેને ‘કેલ્શિયમ કેલ્સિફિકેશન’ કહેવાય છે, જેમાં નિયમિત રીતે થતી એન્જીયોપ્લાસ્ટી જોખમી અને મુશ્કેલ હતી. શોકવેવ ઇન્ટ્રાવાસ્કયુલર લિથોટ્રિપ્સી સિસ્ટમ એ એક ટ્યુબ જેવું ઉપકરણ છે. આ કેથેટરનો ઉપયોગ હ્રદયની નળીમાં સ્ટેન્ટ મુક્તા પહેલા હૃદયને લોહી પહોંચાડતી સાંકડી અને બાધીત ધમનીઓને ખોલવા કરાય.
આ પદ્ધતિ થી ઓપરેશનો ચીર – ફાડ વગર સ્ટર્લિંગમાં અધતન ટેક્નોલોજીથી કરીને જટિલ બ્લોકેજની વિશ્વભરમાં પ્રચલિત પરંતુ તે કચ્છમાં પ્રથમ વખત કરાઈ હતી. આ માટે કચ્છના લોકોને મોટે ભાગે અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતુ પણ સ્ટર્લિંગના ડોક્ટર્સની પહેલથી હવે આ પ્રકારની જટિલ સારવાર કચ્છમાં પણ ઉપલબ્ધ થશે. આ સાથે મોહન ધારશી, નંદલાલ ગોયલ, ગંગારામભાઇ સહિતના ટ્રસ્ટીઓ તેમજ અલ્પેશ દવે, જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.