કાર્યવાહી:કંડલામાં ઝડપાયેલા પેટકોક મામલે કોલામાં પેઢી ફરિયાદી

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4.37 લાખના પેટકોક સાથે 1 ને પકડ્યો હતો

કંડલા મરિન પોલીસે સીઆઇએસએફને સાથે રાખી હાથ ધરેલા ઓપરેશનમાં કંડલા પોર્ટના 15 નંબરના કાંટા પાસેથી તા.6/5 ના રોજ રૂ.4.37 લાખના પેટકોક સાથે ટ્રક ચાલકને પકડ્યા બાદ બે દિવસ પછી જે પેઢીનો માલ ચોરી થયો હતો તે ફરિયાદી બની હતી.

કંડલા મરિન પોલીસેે તા.6/5 ના રોજ સીઆઇએસએફને સાથે રાખી ગોઠવાયેલી વોચ દરમિયાન દીન દયાળ પોર્ટ અંદર વજનકાંટા નંબર 15 પાસેથી ટ્રકમાં રૂ.4,37,000 ની કિ઼મતના 19 ટન પેટકોક (કોલસો) નો જથ્થો લઇ જતા દાહોદના મનહરભાઇ રામાભાઇ ગરાસીયાને પકડી લીધા બાદ આ જથ્થો જે પેઢીનો હતો તે એસીટી ઇન્ફ્રાપોર્ટ લિ. ને આ બાબતે જાણ કરી ફરિયાદ નોંધાવવા નોટિસ આપી હતી.

આ નોટિસ મળ્યા બાદ પેઢીના આસિસ્ટન્ટ મેનેજર ગુલામમયુદ્દીન અબ્દુલકયુબખાન ગાગદાણીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ તેમની કંપનીએ પોર્ટ પર 23 ન઼બરનો પ્લોટ ભાડે રાખેલો છે અને તે પ્લોટમાં પાંચ માસથી જે.કે.સિમેન્ટને પહોંચાડવાનો પેટકોક રાખેલો હતો. જે આ મનહરભાઇ લોડર કે અન્ય મશીનરીની મદદથી મનહરભાઇ ચોરી કરી લઇ જતો હતો દરમિયાન તે પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...