અગમ્ય કારણોસર આગ ભભૂકી:ગાંધીધામમાં ગોકુલ રિફાઈનરી કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ; ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ ગોકુલ રિફાઈનરી કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે કાસેઝના ફાયર ફાઈટરનો કાફલો કંપનીમાં દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

ગોકુલ રિફાઈનરીમાં કોઈ કારણસર આગ ભભૂકી
ગાંધીધામ નજીક આવેલા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી ગોકુલ રિફાઈનરી કંપનીમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે ધુમાડાની ડમરીઓ ઉડતાં આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ઘટનાની જાણ થતાં કાસેઝના ફાયર ફાઈટર બનાવસ્થળે દોડી ગયા હતા અને તેઓ દ્વારા આગની લપટો પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો
ગોકુલ રિફાઈનરીમાં આગની ઘટના અંગે કાસેઝના જનસંપર્ક અધિકારી સચિન તોમરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગોકુલ રિફાઈનરીમાં કોઈ કારણસર આગ લાગી હતી. પરંતુ ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. તેમ છતાં આંશિક સામગ્રી તથા પતરાંને નુકસાની પહોંચી હતી. હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...