ફરિયાદ:શાનગઢમાં ખેતરમાંથી ચાલવા મુદ્દે પિતા-પુત્રનો ખેડૂત પર હુમલો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી રેલ્વે સ્ટેશન પાસે પેસેન્જર મુદ્દે ટેક્ષી ચાલકો બાખડ્યા

રાપર તાલુકાના શાનગઢમાં ખેતરમાંથી ચાલવા મુદ્દે તો સામખિયાળી પેસેન્જર બાબતે મારા મારી થઇ હતી. શાનગઢ રહેતા 35 વર્ષીય ખેડૂત જગશીભાઇ નાનજીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાંજે ઘરે હતા તે દરમિયાન પડોશમાં રહેતા માદેવાભાઇ અણદાભાઇ કોલી અને તેના પુત્રો વિક્રમ માદેવા કોલી, રવજી માદેવા કોલી અને જીવતા માદેવા કોલીએ તમે અમને તમારા ખેતરમાંથી કેમ ચાલવા નથી દેતા કહી બોલાચાલી કર્યા બાદ ગાળો બોલતાં તેમને ફરિયાદીના મોટાભાઇ દિનેશભાઇએ ના પાડી હતી.

ઉશ્કેરાયેલા વિક્રે તેમને દાઢી ઉપર છરી ઝિંકી હતી, તેમને છોડાવવા તેઓ વચ્ચે આવ્યા તો લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હોવાનું તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું. રાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો, આધોઇ શાહુનગરમાં રહેતા ટેક્ષી ચાલક ગુલાબ કરીમ સમા આજે સવારે પુત્ર બિલાલસાથે તુફાન લઇ સામખિયાળી રેલ્વે સ્ટેશન બહાર ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન મુળ સુવઇનો હાલે ભચાઉ રહેતો અસલમ મામદભાઇ સમા તેમને જોઇ લોખંડનો પાઇપ લઇ તેમની પાસે આવ્યો હતો અને અગાઉ પેસેન્જર બાબતે થયેલા ઝઘડાની ફરિયાદ કરી હોઇ તે બાબતનું મનદુ:ખ રાખી લોખંડનો પાઇપ માથામાં ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું તેમણે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાવી હતી.

ભરૂડીયામાં પતિએ ચારિત્ર બાબતે શંકા રાખી પત્નીને ત્રાસ આપતા દવા પીધી
ભરૂડીયા રહેતા 31 વર્ષીય બધીબેન મનસુખભાઇ ખીમાભાઇ નોરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો લગ્નગાળો 14 વર્ષનો છે ત્રણ સંતાન છે. પરંતુ લગ્ન બાદ એક વર્ષ બરોબર ચાલ્યા બાદ શંકા વહેમ રાખી ત્રાસ આપતા હતા. તા. 6/5 ના રોજ પતિ મહેશ અને સાસુ લખમાબેન ખીમાભાઇ નોરીયાએ ચારિત્ર્ય ઉપર શંકા કરી શારીરિક ત્રાસ આપતાં તેમણે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી હાલ તેઓ ભાનમાં છે. તેમણે પતિ અને સાસુ વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...