વિવાદ:અંજારમાં જૂની અંટશમાં યુવાન પર ધારિયા અને છરીથી પ્રાણઘાતક હુમલો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક જેમતેમ ચલાવવા મુદ્દે થયેલી અદાવતમાં બે જુથ બાખડ્યા, 3 ઘાયલ

અંજારમાં બાઇક ફળિયામાં જેમતેમ ચલાવવા મુદ્દે થયેલી અદાવત બાદ ઘર પાસે સામસામે આવેલા બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક યુવાન ઉપર છ જણાએ ધારિયા અને છરીનો ઘા મારી પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો, સામે પક્ષે પણ ધક બુશટનો માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અંજારના પરબિયા ચોકમાં રહેતા 18 વર્ષીય ચિરાગ જગદિશભાઇ સાધુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ માસ પહેલાં તેમના ફળિયામાં રહેતા રિયાઝ ઉર્ફે પુલી અવાર નવાર બાઇક ફૂલ સ્પીડથી ચલાવી નિકળતો હતો તે બાબતે તેમના કાકા રવિભાઇએ તેને આ રીતે બાઇક ન ચલાવવા સમજાવ્યો હતો ત્યારે તેણે તને જેનો પાવર હોય તે કાઢી નાખજે કહી ધમકી આપી હતી.

આ ઘટના બાદ પણ રિયાઝ ઉર્ફે પુલી એમ જ બાઇક ચલાવતો રહેતો. રવિવારે ફરિયાદી ચીરાગ પોતાની દુકાને ગયો ત્યારે તેમણે ભાડે આપેલા ઘર પાસે રિયાઝ ઉર્ફે પુલી, સમીર અનવર ઉર્ફે ફનિયો, યાશીન બાવલા ચા વાળાનો દિકરો,ઇરફાન જુસબ લોહાર, જાકિર જુસબ લોહાર અને રફિયા હજામનો દિકરો ત્યાં ઉભા હતા તેમને ઘર પાસે ઉભવાની તેમણે ના પાડી તો બોલાચાલી કરતાં તેમણે આ બાબતે કાકાઇ ભાઇ હર્ષદભાઇને વાત કરતાનં તેમણે પિતા જગદિશભાઇને જાણ કરતાં બધા આ લોકોને સમજાવવા ગયા તો છ જણાએ હુમલો કરી તેના પિતાને છરીનો ઘા માર્યો હતો જે બચાવવા જતાં તેમને હાથમાં છરી લાગી હતી એટલામાં યાશીને મારી નાખવાના ઇરાદે તેના હાથમાં રહેલા ધારિયાનો ઘા તેમના પિતાને મારતાં ગંભીર પ્રકારની ઇજા થઇ હતી.

રફીયા હજામનો દિકરો તેમના પિતાને ધોકો મારવા જતો હતો ત્યારે તે વચ્ચે આવતાં તેમને ધોકો લાગ્યો હતો. અંજાર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો. તો સામે પક્ષે નુરજાબેન ઇબ્રાહિમ બુખેડાએ ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે, ગત બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં હર્ષદ સાધુ તેમના ઘર પાસે આવીને ગાળો બોલી રહ્યો હતો તેને અહીં મહિલાઓ વચ્ચે ગાળો બોલવાની ના પાડી તો ઉશ્કેરાયેલા હર્ષદે તેમને ધક બુશટનો માર મારી ઇજા પહોંચાડી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...