તપાસ હાથ ધરાઈ:મોબાઈલના છેલ્લા બાકી હપ્તાની ઉઘરાણી માટે 8નો પરિવાર પર હુમલો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં ધસી આવીને બે ભાઈઓ, માતા પર હાથ ઉગામ્યોે
  • ચાર શખ્સ વિરુદ્ધ નામજોગ એટ્રોસીટી સહિતની કલમો તળે ફરિયાદ

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા પરિવારને ફાયન્સાંસ કંપનીનો કડવો અનુભવ થયો હતો, જેમાં છેલ્લો મોબાઈલનો બાકી રહેલો હપ્તો ઉઘરાવવા આવેલા આઠ શખ્સોએ પરિવારના ત્રણ સદસ્યોને માર મારી, જાતી અપમાનીત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચાર વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે જગદીશભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે શુક્રવારના બપોરે તેવો ભારતનગરના નવદુર્ગા સોસાયટીમાં પોતાના ઘરે હતા ત્યારે બહાર રાડારાડ થતી સાંભળીને બહાર જોતા બજાજ ફાયનાન્સમાં કામ કરતા આરોપી રાહુલસિંહ, પ્રદીપસિંહ, રાજવીરસિંહ, ભરતસિંહ અને તેની સાથે આવેલા અન્ય ચાર ઈસમો રાડારાડ કરતા જણાયા હતા. જેમાંથી રાહુલસીંહે કહ્યું કે કેમ હપ્તો ટાઈમસર નથી ભરતો. તો ફરિયાદીએ છેલ્લો હપ્તોજ બાકી હોવાનું જણાવીને તે ભરી દેશે તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ફરિયાદીને માર મારવા લાગ્યા હતા.

આ સાથે તેના ભાઈને પણ માર મારીને છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદીના માતાને પકડીને કાચમાં માથુ ભટકાડી જાતી આધારીત અપમાનીત કર્યા હતા. ફરિયાદીના પિતાએ પોલીસ બોલાવીશ તેમ કહ્યા બાદ ક્યાંય એકલો મળીસ તો મારી નાખીશ કહીને અપશબ્દોનો માર મારી હપ્તો ભરી નાખજે તેવી ધમકી આપતા ગયા હતા. આરોપીમાના એકએ તેની સાથેની બાઈકમાંથી લાકડી કાઢીને તેનાથી પણ માર માર્યો હતો. પોલીસે ચારે શખ્સ વિરુદ્ધ એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...