માગ:કાસેઝમાંથી છોડાયેલા વરસાદી પાણીને કારણે મીઠાના અગરોમાં વ્યાપક નુકશાન

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ કલેક્ટર સમક્ષ યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ કરાઇ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા છોડવામાં આવતા વરસાદી પાણીને કારણે કિડાણા ઝોન વિસ્તારમાં આવેલા મીઠાના અગરોમાં વ્યાપક પણે નુકશાન થયું હોવાનું જણાવી કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ એસો. દ્વારા નાયબ કલેક્ટરને લેખિત રજુઆત કરાઇ છે કે, કાસેઝને તાત્કાલીક જાણ કરી પાણીનો નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી સૂચના આપવા જણાવાયું હતું.

કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ એસો. દ્વારા ડેપ્યુટી કલેક્ટરને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, તા.12/7 ના 7 ઇંચ જેટલો વરસાદ થયો છે તે જ સમયે કંડલા સ્પેશીયલ ઇકોનોમીક ઝોન દ્વારા વરસાદી પાણી સોલ્ટના અગરોના વિસ્તારમાં અચાનક છોડવામાં આવતાં ભારે નુકશાન આ પાણીને કારણે પહોંચ્યું છે. જેથી તંત્ર દ્વારા કાસેઝને તાત્કાલીક આ બાબતે જાણ કરાય અને આ પાણીનો યોગ્ય નિકાલ થાય તેવું આયોજન કરાય જેથી ભવિષ્યમાં આ પાણી સોલ્ટ વિસ્તારમાં નુકશાન ન કરે તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...