વિધાનસભા ચુંટણી પત્યા બાદ હવે પરિણામ ઘોષિત થયા બાદ નવી સરકારી આરુઢ પણ થઈ ચુકી છે,પરંતુ આ તમામથી પરે સરકારી કચેરીઓમાં જાણે હજી "થાકોડો' ન ઉતર્યો હોય તેમ કામ હજી પાટે ચડતું જોવા મળતું નથી.
ચુંટણી જાહેર થતાજ લાગુ પડતી આચારસંહિતા અનુસાર નવા વિકાસકાર્યો કે જનતાને લોભ લાલચ લાગી શકે તેવી કોઇ જાહેરાત ન કરવાથી લઈને અગાઉથી લંબીત વિકાસ કામોને પણ બ્રેક લાગી જાય છે. તો રાજ્ય હોય કે કેંદ્ર, તમામ સરકારી વિભાગોને ઈલેક્શન કમીશન એકજ સોઈમાં પરોવીને કામે લગાવી દે છે. મહતમ રુપે સુવિધાઓના અભાવ હોતો હોવાનું કારણ આગળ ધરીને આ ચુંટણી સેવાઓથી ભાગતા જોવા મળતા સરકારી બાબુઓ ન છુટકે કામ પતાવ્યા બાદ લાંબા વેકેશનમાં નિકળી જતા હોવાનું જોવા મળે છે.
ગાંધીધામની સરકારી કચેરીઓમાં પણ આવોજ કાંઈક તાલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, કે રાજ્ય અને કેંદ્રની કોઇ કચેરી. હજી સુધી ચુંટણીનો માહોલ ન હટ્યો હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. ઘણા અધિકારી, કર્મીઓ રજા પર છે, જેથી કામની પ્રક્રિયા હજી નિયમીત ધોરણે પાટે ચડતી નજરે ચડતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.