આર્થિક રાજધાનીમાં શિપિંગ, લોજીસ્ટીક, ટ્રાન્સપોર્ટર્સ તેમજ દરિયાઇ ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ સુવિધાઓ અને ઉપલબ્ધ નાણાંકીય સહાય યોજના અંતર્ગત જીલા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ, નાબાર્ડ અને બેન્ક ઓફ બરોડા સાથે રહી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ટ્રેડને લગતા કે સર્વાગી વિકાસને સમર્પિત અદ્યતન અને વિવિધ રીતે સ્પર્શતા વિષયોને આવરીને ગાંધીધામ ચેમ્બર હર હંમેશ પ્લેટફોર્મ પુરૂ પાડે છે અને તેને યોગ્ય રીતે પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરે છે તેવું ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. કચ્છ ભુજ સ્થિત જીલા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર યોગેશ વાસવાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, હાલ ચાલતા અમૃત મહોત્સવ વર્ષથી ફરીથી લઘુ મધ્યમ ઉદ્યોગોના માધ્યમથી ગતિ પક્કાઈ છે.
આ તબકકે નાબાર્ડના મેનેજર નીરજકુમાર સીંઘ દેશની જીડીપી વધારવામાં આર.બી.આઇ. સાથે સાથે નાબાર્ડની ભૂમિકા પણ એટલી જ મહત્વની રહી છે. ચેમ્બરની કારોબારી સમિતિના સભ્ય તથા ગુજરાત ચેમ્બરના પ્રાદેશિક મંત્રી મહેશ પુજે ઉપસ્થિત દરેકને ગાંધીધામ ચેમ્બર ધ્વારા રજુ કરાયેલ પ્રશ્નો જેમાં કંડલા એરપોર્ટ, આદિપુર-મુન્દ્રા ફોરલેન રોડ, રેલ્વે સુવિધા વગેરે ઉઠાવેલા પ્રશ્નોને બળ મળે અને કચ્છ સાચા અર્થમાં વાયબ્રન્ટ બને તેવા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
આ સેમીનારમાં કોષાધ્યક્ષ હરીશ માહેશ્વરી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ બચુભાઇ આહિર, કમલેશ રામચંદાણી, અનિમેષ મોદી, રાજુભાઈ ચંદનાની, હેમચંદ્ર યાદવ, પોર્ટ શિપિંગ, લોજીસ્ટીક, ટ્રાન્સપોર્ટ અને સી.એ. એસોસીએશનના વિવિધ સદસ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમીનારને સફળ બનાવ્યો હતો તેવું ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ આ અખબારી યાદીમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.