સંસ્થા સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ પ્રભુ દર્શન, આદિપુર મધ્યે રંગારંગ મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો. આરોહણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને એસપીબી કનાન્કો ક્લબ, મીઠી સંગીત ક્લાસના મેમ્બર અને વિદ્યાર્થીઓ સાથે કુલ 75 કલાકારો દ્વારા મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના કલાકારોમાં રોશન ગોપલાની, પૂનમ લાલવાણી, સંગીતા જૈન, ચંદ્ર પ્રકાશ, હરીશ લાલવાની, આશાબેન, દિલીપ મોટવાણી, હસમુખભાઈ, રેખા ગોસ્વામી, ધીરજ જોધવાણી, દીપક સીરવાણી, ગોપાલભાઈ અગ્રવાલ, વગેરે અનેક ગાયક કલાકારો સાથે સિંધી નાટક “પૈસા ખપન’ 7 - 8 ડાંસ આઈટમો અને ફેશન શો રજૂ કરવામાં આવ્યો હતો. 75 કલાકારોએ કલાના કસબ બતાવી દર્શકોને મોહી લીધા હતા. મુખ્ય અતિથિ અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એમ. જે. પરાશરનું સ્વાગત અને સન્માન ધારાશાસ્ત્રી રીટાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
અનુરાધાબેન રાઠોડનું સન્માન એસ. વી. ગોપલાની, કમલેશભાઈ માયદાસાનીનું રાજપાલ ગોપલાની, કરનાભાઇનું રોશન ગોપલાની, કુમારભાઈ રામચંદાણી, ગોવિંદ ભાઈ, પ્રકાશ અગ્રવાલનું રક્ષાબેન સોની, ગુલ દરિયાનીનું રાજપાલ તેમજ સુજાતા પ્રધાનનું કોમલબેન ગોપલાની, પૂનમ લાલવાણીનું વિશાલ થારુ દ્વારા ફૂલોથી કરવામાં આવ્યું હતું. પાયલ મેઘાણી, કાજલ ઘેવાણી, પૂનમ ગોધવાણી , દિલીપ ટેવાણી, લચ્છુ અડવાણી વગેરેનો સહકાર મળ્યો હતો. સંચાલન જગદીશભાઈ વિગોરા, સંસ્થાના ડાયરેક્ટર રોશન ગોપલાનીની સાથે વિશાલ ભાઈ થારૂ , હિમાંશુ પુરોહિત વગેરે સંભાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.