જીવન પર પૂર્ણ વિરામ:નાની ખાખરમાં હ્ય્દયની સર્જરી બાદ વૃધ્ધએ પેટ્રોલ છાંટી કર્યો આપઘાત

ભુજ ,ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધોઇમાં યુવાને તાર બાંધી ગળે ફાંસો ખાઇ જીવ દીધો
  • ​​​​​​​ડગાળાની ​​​​​​​ખાણમાં પાણીના ટાંકામાં ડૂબી જતા કિશોરનું મોત

કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં કિશોર, યુવાન અને વૃધ્ધ વ્યક્તિના જીવન પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા 68 વર્ષીય મેઘજીભાઇ આસમલભાઇ મોથાલીયા નામના વૃધ્ધએ થોળા સમય પહેલા બાય પાસની સર્જરી કરાવી હતી. જેના દુખાવો થતો હોવાથી તેઓ કંટાળી જઇને પોતાના ઘરે શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાપી સળગી જતાં તેમને ગંભીર અસર તળે સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન શનિવારે મોડી રાત્રે અઢી વાગ્યે મૃત ઘોષિત કર્યા હતા. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે. તો, બીજી તરફ ભુજ તાલુકાના ડગાળા ગામે કનૈયા મીનરલ્સમાં કામ કરતા મજુરોનો મિત્ર હરીશ બસુ બરંડા (ઉ.વ.17) રાજસ્થાનથી ગત 28 એપ્રિલના ડગાળા ગામે ખાણમાં કામ કરતા મિતો પાસે ફરવા માટે આવ્યો હતો. રવિવારે બપોરે દોઢ વાગ્યે ખાણમાં આવેલા પાણીના ટાંકામાં નાહવા પડ્યો હતો. પરંતુ તેને તરતા ન આવડતું હોઇ પાણીમાં ડુબી ગયો હતો.

તેને નટુભાઇ શિવાભાઇ સોલંકી તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર રહેલા તબીબે મૃત જાહેર કરતાં પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો, ભચાઉ તાલુકાના આધોઇના સેક્ટર 5 શાહુનગર ખાતે રહેતા 30 વર્ષીય રાજુભાઇ જશવંતભાઇ પટેલે ગત સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે લાઇટનો તાર બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ તેને લઇ આવનાર સુરેશકુમાર ભગાભાઇ પંગીએ લાકડિયા સીએચસીમાં જણાવતાં આ બાબતે સામખિયાળી પોલીસ મથકને જાણ કરાઇ હતી. પીએસઆઇ એન.જે.ચૌધરીએ કારણ જાણવા તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...