ધરપકડ:ગળપાદર પાસે ગ્રા.પં.ના સભ્ય સહિત આઠ જુગારી ઝડપાયા

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 હજાર રોકડ,6 મોબાઇલ, 6 બાઇક સહિત 2.43 લાખનો મુદ્દામાલ જપ્ત

ગળપાદરની સાંગ નદીના કિનારે બેસી જુગટું રમી રહેલા ગ્રામ પંચાયતના સદસ્ય સહિત 8 જણાને એ-ડિવિઝન પોલીસે 13 હજાર રોકડ સાથે પકડી 6 મોબાઇલ અને 6 બાઇક સહિત 2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોહતો.

પીઆઇ સી.ટી.દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન ગળપાદર ગામ પાસે આવતાં તેમને બાતમી મળી હતી કે, સાંગ નદીના તટ પર અમુક ઇસમો જાહેરમાં ગંજીપાવા નડે જુગટું રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડ્યો તો પોલીસને જોઇ પત્તા ફે઼કી નાશવાની કોશિષ કરી હતી પરંતુ કોર્ડન કરી જુગાર રમી રહેલા દેવેન્દ્રભાઇ દેવીદાસ કાપડી, કપિલભાઇ હરિલાલ કાપડી, ગાંગજીભાઇ ગોવિંદભાઇ વીરડા, શામજીભાઇ જીવાભાઇ ડાંગર, તુલસીભાઇ બહાદુરભાઇ પરસોડા, ગોવિંદભાઇ માધાભાઇ પ્રજાપતિ, ઇશાબ અયુબ હોથી અને રામદેવસિંહ વેલુભા જાડેજાને રૂ.13,430 રોકડ, રૂ.40,000 ની કિંમતના 6 મોબાઇલ અને રૂ.1,90,000 ની કિંમતના વાહનો સહિત કુલ રૂ.2,43,430 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. ગળપાદરના સૂત્રોએ જણાવ્યુ઼ હતું કે ગાંગજીભાઇ ગોવિંદભાઇ વીરડા ગ્રામ પંચાયતના સદસ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ તાલુકામાં જુગારનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ફુલ્યુ-ફાલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...