આરોપી જેલના સળિયા પાછળ:પૂર્વ કચ્છનો બુટલેગર પાસા તળે જેલમાં ધકેલાયો; દારૂના કેસમાં અટકાયત કરીને અમદાવાદ જેલ ભેગો કરાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છ ગાંધીધામ એ-ડીવીઝનમાં દારૂનાં કેસમાં આવી ગયેલા આરોપીને પોલીસે પાસા તળે અટકાયત કરીને અમદાવાદ જેલ મોકલી આપ્યો હતો. આરોપી રાહુલ વિનોદભાઈ ચૌહાણ વિરૂદ્ધ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ મથકે દારૂના મોટા જથ્થાનો ગુનો દાખલ થયો હતો. જેથી એ-ડિવીઝન પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને કલેક્ટર કચેરીએ મોકલી આપવામાં આવી હતી.

પાસા તળે અટકાયત કરી જેલ મોકલાયો
કલેક્ટર કચેરી તરફથી વોરંટ ઈશ્યુ કરવામાં આવતાં પોલીસની ટીમ દ્વારા આરોપી રાહુલ વિનોદભાઈ ચૌહાણની પાસા તળે અટકાયત કરવામાં આવી હતી. લઈ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામા આવ્યો હોવાનું પોલીસનાં સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...