પૂર્વ કચ્છનો લિસ્ટેડ બુટલેગર જે ઘણા સમયથી વેલમાં છે ઉપરાંત ગળપાદર જેલના કર્મીને પણ માર મારી ચુક્યો છે અને હાલે પાલારા જેલમાં સજા કાપી રહ્યો છે, આ ખતરનાક આરોપીએ જેલમાં હોવા છતાં રાપરના એક વ્યક્તીને બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી ફોન પર ધાક ધમકી કરી હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે.
રાપરના ભરવાડવાસમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા પરબતભાઇ દેવાભાઇ ખીટે રાપર પોલીસ મથકે નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના સમાજના અને જેના વિરૂધ્ધ દારુના અનેક ગુના નોંધાયેલા છે તે પુના ભાણા ભરવાડ હાલે પાલારા જેલમાં બંધ છે તેમ છતાં તેનો દારૂનો મુદ્દામાલ પકડાવેલો હોવાનો વહેમ હોઇ અવાર નવાર પરેશાન કરવાના પ્રયત્ન કરે છે. તે જ્યારે તા.1 ડિસેમ્બર 2021 ના રોજ ગળપાદર જેલમાંથી મોબાઇલ નંબર 9428657702 ઉપરથી વોટ્સએપ કોલ કરી ગાળો આપી તે મને નુકશાન પહોંચાડ્યું હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમણે તમે ખોટો વહેમ રાખોછો કહ્યું તો તેણે જેલમાંથી બહાર નીકળું ત્યારે કાં તું મને મારી નાખજે નહિંતર હું તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પુના ભરવાડનો માણસ બકુલ સક્તા ભરવાડ તેમના ઘર પાસે આંટા ફેરા અને ધાક ધમકી કરતો રહેતો હતો. બકુલ ભરવાડે તા.29/5 ના પણ પુના ભરવાડ સાથે વાત કરવાનું કહેતાં તેમણે ના પાડી તો ગાળો આપતાં ડરીને તેમણે પુના સાથે વાત કરી તો તેણે મારો ફોન કેમ બ્લોક કર્યો છે હવે તું ક્યાંયનો નહીં રહે તેવી ધમકી આપી હતી. આ બાબતે તેમણે ડરી જઇને અનેક વિચારો કર્યા બાદ આ ફરિયાદ નો઼ધાવી હતી. પીએસઆઇ જી.જી.જાડેજા આ બનાવમાં તપાસ કરી રહ્યા છે.
જે આરોપી જેલ કર્મીને મારે તે જેલમાં ફોન પર વાત પણ કેમ કરી શકે ?
પૂર્વ કચ્છનો લિસ્ટેડ બુટલેગર પુના ભાણા ભરવાડ જેલમાં રહી પોતાના તમામ વહિવટ ચાલુ રાખતો હોવાનો કિસ્સો પણ બહાર આવી ચૂક્યો છે તેમજ ગળપાદર જેલમાં તેણે જેલ કર્મી ઉપર હુમલો પણ કર્યો હોવાનો ગંભીર ગુનો નોંધાઇ ચુક્યો છે . આ હુમલા બાદ તે હાલે પાલારા જેલમાં બંધ છે. તેમ છતાં આ આરોપી જેલમાં બેઠે ધાક ધમકી આપી રહ્યો હોય તો રેલો તેને આ સવલત આપનાર નીચે પણ આવશે તેવી ચર્ચા સંભળાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.